પ્રધાનમંત્રી ઇમરાન ખાન એકવાર ફરી લોકોનાં નિશાના પર છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર તેમનો એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તેઓ પ્રદૂષણનાં મુદ્દા પર લાત કરતા કંઇક એવું કહી ગયા જે લોકોને હજમ ના થયું. આ વિડીયો પાકિસ્તાનનાં જ એક પત્રકાર નાયલા ઇનાયતે ટ્વિટ કર્યો છે, જેમાં ઇમરાન ખાન કહી રહ્યા છે કે, “70 ટકા જે ગ્રીન કવર હતુ તે ઓછું થયું છે 10 વર્ષની અંદર. તેનું પરિણામ તો આવવાનું જ હતુ, કેમકે વૃક્ષો હવાને સાફ કરી શકે છે, ઑક્સિજન આપે છે રાત્રે, કાર્બન ડાયોક્સાઇડને ઑબ્ઝર્વ કરે છે.”
ઇમરાન ખાન આ વિડીયોમાં આગળ કહી રહ્યા છે કે, “સ્કૂલનાં શરૂઆતનાં દિવસોમાં અમને ફોટોસિન્થિસિસ વિશે જણાવવામાં આવ્યું હતુ. આ પ્રક્રિયામાં ઑક્સિજન છોડે છે. જો કે ફોટોસિન્થિસિસની આ પ્રક્રિયા ફક્ત દિવસ દરમિયાન થાય છે રાત્રે નહીં, કેમકે સૂર્યની રોશની આ માટે જરૂરી હોય છે.” ઈમરાનનું આ નિવેદન વાયરલ થતા જ લોકોએ તેમની ઑક્સફર્ડની ડિગ્રી પર પ્રશ્નો ઉપસ્થિત કરી દીધા. એક ટ્વિટર યૂઝરે લખ્યું, ‘આ મીડલ સ્કૂલની વાત છે…આ ઑક્સફર્ડ ગ્રેજ્યૂએટ છે!’
એક અન્ય ટ્વિટર યૂઝરે લખ્યું કે, ‘નવા પાકિસ્તાનમાં વૃક્ષો અલગ રીતે કામ કરે છે.’ લોકોએ ઇમરાન ખાનને ‘આઇન્સ્ટીન ખાન’ કહ્યા. તો એક યૂઝરે લખ્યું કે, ‘પ્લીઝ, ઇમરાનનાં પાવરને અંડરએસ્ટિમેટ ના કરો…નવા પાકિસ્તાનનાં ચેમ્પિયન છે… જો તેઓ કહે છે વૃક્ષો રાત્રે ઑક્સિજન આપે છે, તો તેનો મતલબ છે કે નવા પાકિસ્તાનમાં થાય છે.’ એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘સારું થયું અમારા મા-બાપે અમને ઑક્સફર્ડ ભણવા ના મોકલ્યા અને બિહારની સરકારી સ્કૂલમાં ભણતા જાણ્યું કે વૃક્ષો દિવસમાં ઑક્સિજન આપે છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.