– ફાઈઝર અને મોડેર્ના પછી ત્રીજી રસીની પણ આગેકૂચ
– ભારતમાં આ રસીનું પરીક્ષણ સિરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા થાય છે
હવે એસ્ટ્રાઝેન્કા વિશ્વભરમાં રસીની મંજૂરી મેળવવા તૈયારી કરી રહી છ
જગતમાં કુલ 11 રસી એવી તૈયાર થઈ રહી છે, જે અંતિમ તબક્કામાં છે. તેમાંથી ઑક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેન્કા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ રહેલી રસીને 70 ટકા સુધી સફળતા મળી છે. આ પહેલા અમેરિકી કંપની ફાઈઝરની રસીને 95 ટકા અને અમેરિકાની જ બીજી કંપની મોડેર્નાને 94.5 ટકા સુધી સફળતા મળી છે.
ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેન્કા ત્રીજી રસી છે, જેને આશાવાદી પરિણામ મળી રહ્યું છે. આ રસીનું વિશ્વભરમાં પરીક્ષણ થઈ રહ્યું છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પુના સ્થિત જગતની સૌથી મોટી રસી ઉત્પાદક સિરમ ઈન્સ્ટિટયૂટ ભારતમાં તેનું પરીક્ષણ કરી રહી છે.
એસ્ટ્રાઝેન્કાએ રજૂ કરેલી વિગતો પ્રમાણે આ રસીના બે ડોઝ એક મહિનાના અંતરે આપવાના થાય છે. પહેલા ડોઝ પછી 90 ટકા અને બીજા ડોઝ પછી 62 ટકા સફળતા મળી હતી. કુલ મળીને સરેરાશ 70 ટકા સુધી રસી સફળ થયાનું સંશોધકોએ જણાવ્યું હતું.
આ રસી ભારત સહિત જગતના અનેક વિકાસશીલ દેશો માટે બહુ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. કેમ કે તેને ફ્રીઝરને બદલે ફ્રીઝના તાપમાને સાચવી શકાય એમ છે. રસીને સાચવવા માટે અત્યંત નીચા તાપમાનની જરૂર પડે, જે સામાન્ય રીતે ફ્રીઝરમાં જ હોય. એ વાત નક્કી છે કે જે કોઈ રસી સફળ થશે તેના કરોડો-અબઝો ડોઝ ઉત્પાદિત થશે.
આ બધા ડોઝ સાચવવા પડશેે અને એ માટે કરોડોની સંખ્યામાં ફ્રીઝર કે ફ્રીજની પણ જરૂર પડશે. જો ફ્રીઝના સામાન્ય તાપમાને રસી સાચવી શકાતી હોય તો ભારત સહિતના અનેક દેશો માટે ઉપયોગી થાય કેમ કે ફ્રીજનું તાપમાન ધરાવતા સ્ટોરેજની ભારત પાસેે વ્યવસ્થા છે.
પરંતુ જો ફ્રીઝરમાં સાચવવાની થાય તો એ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી પડે, જે બધા દેશોને આર્થિક રીતે ન પણ પોસાય. વળી તેમાં સમય પણ લાગે. હવે કંપની આ રસીની વિવિધ દેશોમાં મંજૂરી મળે એ માટે તૈયારી કરી રહી છે.
કેમ કે રસી એક દેશમાં તૈયાર થાય અને મંજૂર થાય તો પણ બધા દેશો તેને સ્વીકારે એવુ જરૂરી નથી. દરેક દેશના ધારા-ધોરણ થોડા-ઘણા અલગ હોવાથી દરેક વખતે મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. આ રસીનો ઈમર્જન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી મેળવવા માટે કંપની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પાસે પણ જવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.