પોલીસે એલિસબ્રિજ પાસે કર્ણાવતી હોસ્પિટલનાં ભોંયરામાં દુકાનમાં મેડિકલ ઓકિસજન સિલીન્ડરો તથા ઓકિસજન રેગ્યુલેટરો ઉંચી કિંમતે વેચતા બે શખ્સોની અટકાયત કરી હતી. તેમની પાસેતી પોલીસે ઓકિસજન સિલીન્ડરો અને રેગ્યુલેટરો મળીને કુલ રૃ.૪૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસને ૮ મેના રોજ માહિતી મળી હતી કે એલિસબ્રિજ ટાઉનહોલ સામે કર્ણાવતી હોસ્પિટલ નીચે ભોંયરામાં સી.કે.સર્જી ડીસ્ટ્રીબ્યુટર્સ નામની દુકાનમાં કેટલાક શક્સો ઓકિસજન સિલીન્ડર તથા ઓકિસજન રેગ્યુલેટરો અન્ય જગ્યાએથી વગર લાયસન્સે લાવીને બદારમાં ઉંચી કિંમતે વેચી કાળા બજાર કરી રહ્યા છે.
આથી પોલીસે હેડ કોન્સ્ટેબલને ડમી ગ્રાહક બનાવીને સી.કે.સર્જી ડિસ્ટ્રીબ્યુટર્સ ખાતે મોકલીને છટકુ ગોઠવ્યું હતું. જેમાં બે શખ્સો ૧૦ કિલોવાળા ઓકિસજન સિલીન્ડર રૃ.૧૫,૦૦૦ તથા ૪૭ કિલોવાળા સિલીન્ડર રૃ.૨૮,૦૦૦ માં વેચી રહ્યા હોવાનું જણાયું હતું. ઉપરાંત ઓકિસજન રેગ્યુલેટરો રૃ.૫૫૦૦ તથા રૃ.૭૫૦૦ માં વેચતા હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં શાહપુરમાં વનમાળી માતાની પોળમાં રહેતા જસ્મીન રાજુભાઈ બુદેલા(૨૯) તથા વાસણામાં ગુપ્તાનગર ખાતે રહેતા સાગર લલીતભાઈ શુકલ(૨૪)નો સમાવેશ તાય છે.તેમની પાસેથી પોલીસે ૧૦ અને ૪૭ કિલોગ્રામ વજનના બે ઓકિસજન સિલીન્ડરો તથા ચાર ઓકિસજન રેગ્યુલેટરો મળીને કુલ રૃ.૪૪,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ ઓકિસજન સિલીન્ડરો તથા ઓકિસજન રેગ્યુલેટરો કોને અને કેટલા ભાવથી વેચ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.