મહામારીની લડાઇમાં સોમનાથ ટ્રસ્ટની અનોખી સેવા,ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખનું દાન

ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર સોમનાથના ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસ સામે દર્દીઓની સેવા માટે નિર્ણય લેવામાં આવ્યા છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન પ્લાન્ટ માટે રૂા. 50 લાખનું દાન આપવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને બેડ, ઓક્સિજનની સુવિધામાં વધારો કરી શકાશે. તેમજ 200થી વધુ કોરોનાના દર્દીઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ના ટ્રસ્ટીશ્રી પી. કે. લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ રહે છે. આથી ઓક્સિજન પ્લાન્ટ માટે રૂા. 50 લાખનું દાન આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.