બીજા તબક્કાના સંક્રમણમાં ઓક્સિજનની (oxygen) વધારે જરૂરિયાત પડતી હોય તેવા દર્દીઓ પણ પહેલા કરતા ધણો વધારો થયેલ છે. જેના કારણે મેડિકલ ઓક્સિજન જરૂરિયાતમાં ખુબ મોટા ઉછાળો આવવાનો કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજન તંગી સર્જાઇ છે.
મેડિકલ ઓક્સિજનના પુરવઠાની અછત ન સર્જાય તે માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી ઔધોગિક હેતુ માટે વપરાતા ઓક્સિેજનને પણ હાલ પુરતા કામ ચલાઉ ધોરણે પ્રતિબંધિત કરી તેને મેડિકલ ઓક્સિજનમાં વાપરી શકાય તે પ્રમાણોની વ્યવસ્થા કરેલી છે.
આ પ્રયાસના ભાગરૂપે ૧૫૦૦ જેટલા ઔધિગીક સિલીન્ડરોને શહેરની હાલની જરૂરિયાતને ધ્યાને લઇ મેડિકલ યુઝ માટે ડાઇવર્ટ કરવામાં આવેલ છે. આ રીતે પ્રાઇવેટ હૉસ્પિટલને ઓક્સિેજન પુરો પાડતા વેન્ડર્સને આશરે ૧૦૦૦ જેટલા ઓક્સિેજનના સિલીન્ડરો મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરેલ છે. જેના કારણે વધારે ઓક્સિજનની ડિમાન્ડવાળા આશરે ૮૦૦ જેટલા પેશન્ટને ઓક્સિજન પુરો પાડી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.