અયોધ્યામાં હાઈવે પર દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 2 મુસાફરો હજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.
માહિતી અનુસાર બન્ને બસ કાનપુરથી બસ્તીમાં જઇ રહી હતી.
આ દુર્ઘટનામાં 2 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા, જ્યારે ચાર અન્ય લોકોના જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત અન્ય બે લોકોની હાલત ગંભીર છે
NH-27ના રૌજા ગામ નજીક ઓવરબ્રિજ પર ડીસીએમએ પાછળ ચાલી રહેલી એક બસને ટક્કર મારી દીધી. ત્યારબાદ આગળની બસ પણ ઉભી રહી ગઇ. ત્યારબાદ બન્ને બસના ડ્રાઇવર અને કંડક્ટર નીચે ઉતરીને દુર્ઘટનાગ્રસ્ત બસને જોવા પહોંચ્યા, તે સમયે પુરપાટ ઝડપે ટ્રેલરના દુર્ઘટનાનો શિકાર બનેલી બસને ટક્કર મારી દીધી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.