પાચનશક્તિ મજબૂત કરવા માટે ખાઓ આ ફૂડ્સ, મળશે જબરદસ્ત ફાયદા

કહેવાય છે કે પેટ ઠીક હોય તો શરીર સ્વસ્થ રહે છે. એટલા માટે પેટને ઠીક રાખવું ખૂબ જ જરૂરી હોય છે. પેટમાં કબજિયાત, અપચા જેવી સમસ્યાઓ ખરાબ ખાણી-પીણીના કારણે થાય છે. પેટ સંબંધિત સમસ્યાઓ શરીરમાં કેટલીય અન્ય સમસ્યોઆને પણ જન્મ આપે છે. પાચનશક્તિ નબળી થવા પર આપણી પાચન ક્રિયા ઠીક રીતે કામ નથી કરતી જેના કારણે પેટની સમસ્યાઓ જળવાઇ રહે છે. વારંવાર પેટની સમસ્યા થવાથી આપણું ઇમ્યૂન સિસ્ટમ પણ કમજોર થવા લાગે છે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે પાચનતંત્રને ઠીક રાખવું ખૂબ જ જરૂરી હોય છે જેથી પાચનશક્તિ ઠીક કાર્ય કરી શકે છે. જાણો, ખાવાની કઇ વસ્તુઓને સામેલ કરીને આપણે પોતાની પાચનક્રિયાને ઠીક કરી શકીએ છીએ.

ભોજન પચાવવા માટે જમ્યા બાદ વરિયાળીનું સેવન કરવામાં આવે છે. વરિયાળી જમવાનું પચાવવામાં મદદ કરે છે. આ માઉથફ્રેશનરનું કામ પણ કરે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં તમે વરિયાળીના પાણીનું પણ સેવન કરી શકો છો.

દહીં તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, એટલા માટે નાસ્તામાં તમે દરરોજની એક વાટકી દહીંને સામેલ કરી શકો છો. આ પાચનક્રિયાને ઠીક કરીને કેટલીય પેટ સંબંધિત પરેશાનીઓને દૂર કરે છે. પાચનતંત્રની સાથે દહીં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

ચીયાના બીજમાં પ્રોટીન અને ફાઇબરનું સારું પ્રમાણ હોય છે. ચીયાના બીજને જમવામાં સામેલ કરીને તમે તમારા પાચન તંત્રને મજબૂત રાખી શકો છો. ચીયા સીડ્સ ન માત્ર પેટ માટે ઠીક રહે છે પરંતુ તે વજનને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે, એટલા માટે તેને પોતાના ડાયેટમાં સામેલ કરો. તમે તેને દૂધમાં પલાળીને અથવા તો સ્મૂધી બનાવીને લઇ શકો છો.

પપૈયા એક એવું ફળ છે જે આપણી પાચનશક્તિને ઠીક રાખે છે. તેમાં સારા પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન મળી આવે છે. પપૈયા ખાવાથી તમારું પાચન તંત્ર ઠીક રહે છે. પપૈયાને તમે પોતાના ડાયેટમાં સામેલ કરી શકો છો.

દરરોજનું એક સફરજન ખાવાની સલાહ તો નિષ્ણાંત પણ આપે છે. દરરોજનું એક સફરજન તમને કેટલાય પ્રકારના રોગથી બચાવે છે. આ તમને પેટ સંબંધિત મુશ્કેલીઓથી છૂટકારો અપાવે છે, પરંતુ તેનું સેવન ખાલી પેટ ન કરશો. નાસ્તા કરવાના એક કલાક બાદ અથવા તો બપોરે જમ્યાના એક-બે કલાક બાદ સફરજનનું સેવન કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.