અમદાવાદ જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 300થી વધારીને 1573 જેટલી કરી દેવાઈ છે.જેમાં 40થી વધુ ખાનગી હોસ્પિટલના સહયોગથી 1024 જેટલા બેડની ક્ષમતા ઉભી કરાઈ છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના સિંગરવા ખાતે 50 બેડ(32 ઓક્સિજનવાળા, 18 ઓક્સિજન વિનાના)ની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જો પરિસ્થિતિ વિકટ થાય તો વધારાના બેડ ઉભા કરવા માટે પણ આયોજન સુનિશ્ચિત કરાયું છે. જે અન્વયે વેદાંતા ફાઉન્ડેશન-100, ટાટા ફાઉન્ડેશન-100, ઝાયડસ ફાઉન્ડેશન -100 બેડની નવી વ્યવસ્થા ઉભી કરશે.
જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓએ પોતાની ગ્રાંટ આરોગ્યવિષયક સેવાઓમાં ફાળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગ્રાંટમાથી 7 એમ્બ્યુલન્સ વાન, મોબાઈલ ટેસ્ટિંગ વાન તેમ જ ડિજિટલ એક્સરે મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રટેર મશીન જેવા અત્યાધુનિક સાધનો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ દસક્રોઈના ધારાસભ્ય અને સાણંદના ધારાસભ્યની 25 લાખની ગ્રાંટ ફાળવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ રક્ષણાત્મક પગલા પણ લીધા છે અને તેથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં વેક્સીનેશનમાં અમદાવાદ જિલ્લો પ્રથમ સ્થાને છે.
અમદાવાદ જિલ્લામાં કોવિડનું સંક્રમણ અટકે તે માટે 123 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને આશા બહેનો દ્વારા 15,49,679 લોકોની આરોગ્યતપાસ કરાઈ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.