ડિજિટલના આ યુગમાં ઓનલાઇન હોર્ડિંગ્સનો આ બિઝનેસ તમારા માટે ફાયદેમંદ સાબિત થઇ શકે છે. આ અંગે આઉટડોર એડવર્ટાઈઝિંગ સ્ટાર્ટઅપ કંપની ગો હોર્ડિંગ્સ.કોમ (Gohoardings.com)ના સ્થાપક દીપ્તિ અવસ્થિ શર્માએ જણાવ્યું. તમને જણાવી દઈએ કે, દીપ્તિ આ બિઝનેસથી દર મહિને 1 કરોડથી વધુની કમાણી કરી રહી છે. તો ચાલો જાણીએ.
વધારે પૈસા ન હોવાને કારણે દીપ્તિએ ફક્ત 50 હજાર રૂપિયા લગાવીને ઓનલાઈન હોર્ડિંગનું કામ શરુ કર્યું હતું. જોકે, બીજા જ વર્ષથી 12 કરોડની આવક શરૂ થવા લાગી અને એક જ વર્ષમાં દીપ્તિનું ટર્નઓવર 20 કરતાં વધુ થઈ ગયું. દિપ્તી કહે છે કે, તેણે 2016માં ડિજિટલ હોર્ડિંગ્સનો બિઝનેસ 50 હજાર રૂપિયાથી શરૂ કર્યો હતો. આ આઈડિયા સક્સેસફુલ રહ્યો અને થોડાં જ સમયમાં કમાણી થવા લાગી.
આ માટે તમારે ફક્ત તમારા ડોમિન નામ સાથે વેબસાઇટ બનાવવી પડશે. એને પોતે જ પ્રમોટ કરવું પડશે. શરૂઆતમાં ધ્યાન રાખો કે લોકો ક્યાં અને કઈ રીતે એડવર્ટાઈઝ આપવા માટે જગ્યા શોધી રહ્યાં છે અને તેમનો સંપર્ક કરી શકો છો.
સૌ પ્રથમ GoHardings.Comની વેબસાઇટ પર ગ્રાહકોઓ લોગિન કરવું પડશે. ત્યારબાદતમારે વેબસાઇટ પર જવું પડશે અને પોતાનો લોકેશન (જ્યાં તેમને હોર્ડિંગ લગાવવું છે) તે સર્ચ કરીને સિલેક્ટ કરવું પડશે. લોકેશન સિલેક્ટ થયા પછી કંપની પાસે એક મેલ જાય છે. તે પછી કંપની દ્વારા સાઇટ અને લોકેશનની ઉપલબ્ધતાનું કન્ફર્મેશન મોકલવામાં આવે છે પછી ગ્રાહક તરફથી આર્ટવર્ક અને ઓર્ડર આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.