નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસીને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તૃણમુલ કોંગ્રેસના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની યાત્રા માટે પશ્ચિમ બંગાળ જશે. આજે સાંજે વડાપ્રધાન મોદીની રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે રાજભવનમાં બંધ બારણે મુલાકાત થશે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે જેનો મમતા બેનરજી ભારે વિરોધ કરી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી વચ્ચે ભારે ચકમક ઝરતી રહે છે. બીજી બાજુ વડાપ્રધાનની આ યાત્રાને ધ્યાનમાં રાખી કોલકાતામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનો કરવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારીત સમયાનુંસાર આજે સાંજે 4 વાગ્યે કોલકાતા પહોંચશે. ત્યાર બાદ તેમની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત યોજાશે. કહેવાય છે કે રાજભવનના કાર્યક્રમોમાં તેમની મુલાકાત મમતા બેનરજી સાથે થઈ શકે છે.
પીએમ મોદી અહીં ચાર ધરોહરો રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં ઓલ્ડ કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડિયર હાઉસ, મેટકાફ હાઉસ, અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. તેનું નવીનિકરણ કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરાયું છે. અહીં જૂની દીર્ઘાઓને ક્યૂરેટ કરવા ઉપરાંત નવા પ્રદર્શનોની સાથે પ્રતિષ્ઠિત દીર્ઘાઓનું પણ નવીનિકરણ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.