કુત્રિમ ગર્ભધાનની ટેકનિકથી પાડાનો જન્મ થયો , દેશનો પ્રથમ કિસ્સો.

ગુજરાતનાં (GUJARAT) કચ્છ (KUTCH) વિસ્તારની બન્ની પ્રજાતિની ભેંસે (BUNNY BUFFALO) ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂતનાં (FARMER) ધર પર આઈવીએફ (IVF) ટેકનિકના માધ્યમથી એક પાડાને (PADA) જન્મ આપ્યો છે. કેન્દ્રીય મત્સ્યપાલન , પશુપાલન તેમજ ડેરી મંત્રાલયે આ પ્રજાતિ ની કોઈ ભેંસનાં આઈવીએફ દ્નારા પાડો જન્મ (BORN) અપાયાનો દેશમાં આ પહેલો કિસ્સો કહી શકાય.

આ બન્ની ભેંસ ગીર સોમનાથનાં ધાનેજ ગામમાં વ્યવસાયે પશુપાલક અને ખેડૂત વિનય વાળાની છે. ખેડૂતનાં ધેર ૬ બન્ની ભેંસ આઈવીએફ ટેકનિકના માધ્યમથી ગર્ભવતી થઈ હતી.

તેમાંથી આ પહેલી ભેંસ છે જેણે પાડાને જન્મ આપ્યો છે. વિનય વાળાએ જણાવ્યું કે , પાડાનો જન્મ શુક્રવારે સવારે થયો હતો. આગામી કેટલાંક દિવસોમાં હજી બીજા પાડાનો જન્મ થશે.

https://www.youtube.com/watch?v=jubNXtFBLj0

બન્ની ભેંસ તમામ ભેંસ પ્રજાતિઓમાં અવ્વલ ગણાય છે. મંત્રાલયે ટ્વિટ કરીને આ વિશે ખુશી વ્યકત કરી છે. આમ , મહિલાઓમાં આઈવીએફથી ગર્ભ ધારણ કર્યા બાદ ટેકનોલોજીથી પહેલીવાર પ્રાણી પર પ્રયોગ કરાયો છે. હવે બાકીની ભેંસોમાં પણ સફળતાપૂર્વક પાડાને જન્મ આપે તો સમગ્ર પ્રયોગ સફળ બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.