સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણની અફવાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રખ્યાત મેડિકલ એક્સપર્ટ ડોક્ટર નાગેશ્વર રેડ્ડીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ સામેની લડાઈ ભારત જરૂરથી જીતી શકશે.
વર્ષ 2016માં પદ્મ ભૂષણથી સમ્માનિત ડોક્ટર રેડ્ડી હાલમાં એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજીના ચેરમેન છે. તેમણે જણાવ્યું કે ભારતાં ત્રણ-ચાર અઠવાડિયાથી વધારે સમય માટે લોકડાઉન નહીં રાખવું પડે.
મીડિયા રિપોર્ટ અનુસાર ડોક્ટર રેડ્ડીનું કહેવું છે કે કોરોના એક આરએનએ વાયરસ છે. જ્યારે આ વાયરસ ઈટાલી, અમેરિકા અથવા ભારતમાં ફેલાયો ત્યારે તેના જીનોટાઈપ અલગ થઈ ગયા.
સમગ્ર વાયરસના સીક્વેંસિંગ ચાર દેશોમાં કરવામાં આવી છે. પહેલું અમેરિકા, બીજું ઈટાલી, ત્રીજું ચીન અને ચોથું ભારત.
રેડ્ડીના જણાવ્યા પ્રમાણે હવે એ વિશે જાણ થઈ રહી છે કે આ વાયરસની ઈટાલીની સરખામણીએ ભારતમાં એક અલગ જીનોમ છે. ભારતીય વાયરસમાં જીનોમના સ્પાઈક પ્રોટીનમાં એક એકલ ઉત્પરિવર્તન હોય છે.ઈટાલીમાં ફેલાયેલા વાયરસમાં ત્રણ ઉત્પરિવર્તન થયા છે. જેમાંથી આ તે લોકો માટે જીવલેણ સાબિત થયું છે.
ડોક્ટર નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું કે ઈટાલીમાં આ જીવલેણ થઈ જવાના અન્ય કેટલાક કારણો પણ છે. જેમાં કેટલાક દર્દીઓની ઉંમર 70-80 વર્ષથી વધારે છે. સિગરેટ, દારૂ, ડાયાબીટીઝ, બ્લડ પ્રેશર જેવા કારણોનો પણ આમાં સમાવેશ થાય છે.
તેથી અહીં મૃત્યુ દરનું સ્તર 10 ટકાની સાથે સામાન્યથી વધારે છે, જ્યારે ભારત, અમેરિકા, ચીનમાં મૃત્યુ દર ફક્ત બે ટકા જ છે. વાયરસના જીનોમના આધાર પર મૃત્યુ દર અને સંક્રમણ દરમાં ભિન્નતા છે. ઈમ્યુનિટી સિસ્ટમ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.