દિવાળી ના તહેવારની સીઝનમાં પગાર ન મળવાથી પરેશાન BSNL અને MTNL કર્મચારીઓએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલી દીધો છે. એક બાજુ પગાર ન મળવાથી જ્યારે બીજી તરફ દેવામાં ડૂબેલા સાર્વજનિક ક્ષેત્રના આ બંને ઉપક્રમોને બંધ કરવાની આશંકાઓ વચ્ચે કર્મચારીઓ પરેશાન છે.
- BSNL અને MTNL ના કર્મચારીઓનો સરકાર સામે વિરોધ
- MTNL ના કર્મચારીઓને બે મહીનાથી નથી થયો પગાર
- BSNL ના કર્મચારીઓ એક દિવસીય ભૂખ હડતાળ પર
MTNLના કર્મચારીઓએ 16 ઓક્ટોબરે કરશે વિરોધ પ્રદર્શન
MTNLના કર્મચારીઓએ 16 ઓક્ટોબર એટલે કે બુધવારના રોજ ઇન્ડિયા ગેટથી પ્રધાનમંત્રી નિવાસ સ્થાન સુધી વિરોધ રેલી નીકાળવાની નોટિસ આપી છે.
BSNLના કર્મચારીઓ 18મીએ ભૂખ હડતાળ પર ઉતરશે
જ્યારે BSNLના કર્મચારી સંઘે માંગણીઓને લઇને 18 ઓક્ટોબર એટલે કે શુક્રવારના રોજ એક દિવસ ભુખ હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે.
છેલ્લા બે મહિનાથી નથી થયો પગાર
22 હજાર MTNL કર્મચારીઓને ગત બે મહિના (ઓગસ્ટ અને સપ્ટેમ્બર) મહિનાનો પગાર મળ્યો નથી. જ્યારે બીજી તરફ BSNLના કર્મચારીઓને ગત મહિનાનો પગાર મળ્યો નથી. આમ બંને ઉપક્રમો દ્વારા પગાર ન મળતા સરકાર સામે મોરચો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.