પહેલી ટેસ્ટમાં હાર બાદ આવનારી મેચોમાં વધી જશે ભારતીય ટીમની મુશેલીઓ

એડિલેડ ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગ દરમિયાન પેટ કમિન્સનો બોલ મોહમ્મદ શમીના કાંડામાં લાગ્યો હતો, ત્યારબાદ મોહમ્મદ શમીને મેદાન છોડવું પડ્યું હતું.

મોહમ્મદ શમીના હાથનું સ્કેન કરાવવામાં આવ્યું, જેમાં હેરલાઈન ફ્રેકચર હોવાનું જણાવવામાં આવ્યું છે. મોહમ્મદ શમી પીડાના કારણે હાથ પણ ઉઠાવી શકતો નહોતો અને એ કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો.

ભારતીય ટીમ શનિવારે એડિલેડમાં બીજી ઈનિંગમાં માત્ર 36 રન પર ઓલ આઉટ થતાં, શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, આ ડે-નાઈટ મેચમાં અઢી દિવસની અંદર જ ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી ટેસ્ટ મેચને શાનદાર રીતે જીતી લીધી હતી.

ભારતીય ટીમ 4 મેચોની ટેસ્ટ સીરિઝમાં 0-1થી પાછળ છે. આગામી ટેસ્ટ મેચ મેલબર્નમાં 26 ડિસેમ્બરથી રમાશે. પહેલી ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમની મુશ્કેલીઓ આવનારી મેચોમાં હજૂ વધી જશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.