રવિવારે પુરા થયેલા અઠવાડિયામાં કોરોનાથી થનારા મોતમાં 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયા દરમિયાન લગભગ 61 દિવસ બાદ રોજના થનારા મોતમાં 7 ડેઝ રોલિંગ એવરેજ ઘટીને 1000 થી નીચે આવ્યો છે. રવિવારે દેશમાં કોરોના સંક્રમણથી 689 લોકોના મોત થયા છે જે લગભગ 81 દિવસમાં સૌથી ઓછા છે.
12 એપ્રિલ બાદ રવિવારે 27 જૂને પહેલા વાર કોરોના સંક્રમણથી રોજ થનારી મોતનો આંકડો 1000 થી નીચે નોંધાયો છે જ્યારે તેમાં મહારાષ્ટ્રમાં રિપોર્ટ કરવામાં આવ્યા 262 બેકલોગ મોતને પણ જોડવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે(14થી 20 જૂન) કોરોનાથી થનારા મોતમાં 45 ટકા ઘટાડો જોવા મળ્યો છે.
કોરોનાના દૈનિક મામલા 7 દિવસ એવરેજ રવિવારે 50, 000થી નીચે આવી ગયો છે. છેલ્લી વાર આ આંકડો 50 હજારની નીચે 3 મહિના પહેલા 25 માર્ચ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.