અંડરવર્લ્ડ વિરુદ્ધની કાર્યવાહીમાં મુંબઈ પોલીસ (Mumbai Police) ને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમે પાકિસ્તાનના કરાચીમાં છૂપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ના નીકટના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલા (Ejaz Lakdawala) ની પટણાથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા એજાઝની પુત્રીની ધરપકડ બાદ મળી. ત્યાંથી જ તેમને એજાઝ પટણામાં હોવાની જાણકારી મળી. ત્યારબાદ તેને ઘેરવામાં આવ્યો. કોર્ટે લાકડાવાલાને 21 જાન્યુઆરી સુધી પોલીસ રીમાન્ડમાં મોકલી આપ્યો છે. લાકડાવાલા 20 વર્ષથી ફરાર હતો.
મુંબઈ પોલીસ કમિશનર સંજય બર્વેએ મીડિયાને જણાવ્યું કે લાકડાવાલા વિરુદ્ધ એકલા મુંબઈમાં જ 25 કેસ દાખલ છે. જ્યારે રાજ્યમાં અન્ય 2 જગ્યાઓ ઉપર પણ તેના વિરુદ્ધ કેસ દાખલ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચનો એન્ટી એક્સટોર્શન સેલ અન્ય રાજ્યો સાથે પણ સંપર્ક કરી રહ્યું છે કે તેના વિરુદ્ધ અન્ય ક્યાંય કોઈ કેસ નોંધાયો છે કે નહીં?
સંજય બર્વેના જણાવ્યાં મુજબ ગત 28 ડિસેમ્રના રોજ લાકડાવાલાની પુત્રી સાનિયા શેખની ધરપકડ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ તેના વિરુદ્ધ બાકી કેસોની લંબા સમયથી તપાસ કરી રહી હતી. એન્ટી એક્સટોર્શન સેલ સાનિયા શેખને લાંબા સમયથી ટ્રેસ કરી રહ્યું હતું. તે લાકડાવાલાના નામે 5 કરોડની વસૂલી કરી રહી હતી. સાનિયાએ પૂછપરછમાં જણાવ્યું કે લાકડાવાલા નેપાળ ભાગવાની ફિરાકમાં છે. પૂછપરછમાં જ લાકડાવાલાનું લોકેશન ટ્રેસ થયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.