– પાકિસ્તાને 19 સામાન્ય આતંકીઓના નામ જ યાદીમાં સામેલ કર્યા
– ભારતે પાક.ની અધુરી યાદીને નકારી, જે પણ આતંકીઓ હુમલામાં સામેલ હતા તે તમામના નામ ઉમેરવા આકરો સંદેશ આપ્યો
પાકિસ્તાન દ્વારા 26/11 મુંબઇ હુમલામાં સામેલ આતંકીઓની એક યાદી ભારતને સોપવામાં આવી હતી. જોકે આશ્ચર્યજનક રીતે આ હુમલામાં સામેલ માસ્ટરમાઇન્ડ આતંકીઓની પાકિસ્તાને યાદીમાંથી બાદબાકી કરી નાખી હતી. જેને પગલે ભારતે પાકિસ્તાનની આ યાદીને જ નકારી દીધી છે અને બાકી રહી ગયેલા આતંકીઓના નામ ઉમેરવા કહ્યું છે.
ભારત તરફથી જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અમને જાણકારી મળી છે કે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર એક લિસ્ટની ચર્ચા છે કે જેમાં મુંબઇ હુમલામાં સામેલ આતંકીઓના નામ છે.
આ હુમલામાં જે બોટનો ઉપયોગ થયો હતો તેની સાથે સંકળાયેલાના પણ નામ છે. જોકે હુમલામાં સામેલ માસ્ટરમાઇન્ડના નામ જ સામેલ નથી કર્યા. એક રિપોર્ટ અનુસાર મુંબઇ હુમલામાં સામેલ આતંકીઓમાં 19ના નામની યાદી પાકિસ્તાને તૈયાર કરી છે.
જોકે આ યાદી પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન તરફથી જ આ હુમલા માટે આતંકીઓ આવ્યા હતા. સમુદ્રી વિસ્તારથી આતંકીઓએ બોટની મદદથી મુંબઇમાં પ્રવેશ કર્યો હતો. અને પછી અનેક સૃથળે હુમલા કર્યા હતા. જોકે આ હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકે હાફિઝ સઇદનું પણ નામ આવી રહ્યું છે. જેનો સમાવેશ પાકિસ્તાને નથી કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.