સેના પ્રમુખે જનરલ બિપિન રાવતે કહ્યું – ભારતીય સેનાની કાર્યવાહીમાં 6-10 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રવિવારે ભારતીય સેના દ્વારા તબાહ કરેલા આતંકી કેમ્પોને લઈને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે નિવેદન આપ્યું છે. સેના પ્રમુખે કહ્યું છે કે પાકિસ્તાની સેના તરફથી સતત ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે સિઝફાયરનું ઉલ્લંઘન કરીને સરહદ પર ગોળીબારી કરી રહી હતી. આવું જ તેણે શનિવારે તંગધારમાં કર્યું હતું.
જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે અમે તેનો જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. અમને સૂચના મળી હતી કે ઘુસણખોરો સરહદની પાસે આવી ગયા છે. આ સમયે અમે પીઓકેમાં રહેલા આતંકીઓના લોન્ચ પેડ તબાહ કર્યા હતા. ભારતીય સેનાની કાર્યવાહીમાં 6-10 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે. 3 આતંકી કેમ્પો તબાહ કર્યા છે. જેમાં મોટી સંખ્યામાં આતંકીઓને ઠાર કર્યા છે.
સેના પ્રમુખે જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી પાકિસ્તાની સેના તરફથી સરહદ પર અલગ-અલગ સેક્ટરોમાં ગોળીબારી કરવામાં આવી રહી છે. તેમનો ઇરાદો ભારતમાં ઘુસણખોરી કરવાનો છે. રવિવારે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં સરહદની પાર ઘણા આતંકી સ્થળોને નુકસાન પહોંચ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.