ભારતમાં PAKના આતંકવાદીઓ હુમલાની ફિરાકમાં, અમેરિકાએ આપી ચેતવણી

જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં  હુમલાઓને અંજામ આપી શકે છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, જો પાકિસ્તાન આ આતંકવાદી સંગઠનોને કાબૂમાં રાખશે તો આ હુમલાઓને રોકી શકાય છે.

ભારત-પ્રશાંત સુરક્ષા મામલાઓના સહાયક રક્ષા મંત્રી રેન્ડલ શાઈવરે વોશિંગ્ટનમાં કહ્યું કે, કાશ્મીર અંગે નિર્ણય લીધા પછી ઘણાં દેશોને ડર છે કે આતંકવાદી સંગઠનો સીમા પારથી ભારતમાં હુમલાઓને અંજામ આપી શકે છે.

કાશ્મીર મુદ્દા પર ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન આપવા વિશે પુછવામાં આવેલાં સવાલના જવાબમાં શાઈવરે કહ્યું કે, મને નથી લાગતું કે ચીન આ રીતનો કોઈ વિવાદ ઈચ્છશે અથવા તો સમર્થન કરશે.

ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંતી ધારા 370 નાબૂદ કરી નાખી હતી. તેની સાથે જ રાજ્યનો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, મને લાગે છે કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ચીનનું સમર્થન એક હદ સુધી રાજકીય અને કૂટનીતિક સમર્થન છે.

શાઈવરે કહ્યું, ચીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો લઈ જવામાં આવે કે નહી, એ સંબંધમાં કોઈ ચર્ચા થશે તો ચીન તેનું સમર્થન કરશે. પરંતુ મને નથી લાગતું કે ચીન એનાંથી વધારે કશું કરશે.

તેમણે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સબંધો છે. અને ભારત સાથે તેમની પ્રતિસ્પર્ધા વધી રહી છે. ભારત ચીનની સાથે સ્થિર સંબંધ ઈચ્છે છે. વિદેશ મંત્રી એસ.જયસંકરની હાલની મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, અમેરિકા તેમની જોડે વાતાઘાટો કરી રહી છે. અને વિચાર પણ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.