પાક નુકસાની અંગે કૃષિ મંત્રીનું મહત્વનું નિવેદન, રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

ગાંધીનગરમાં નર્મદા હોલમાં રૂપાણી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ કૃષિ મંત્રી આરસી ફળદુએ મીડિયાકર્મીઓને સંબોધ્યા હતા. તેઓએ ચાલુ વર્ષમાં સારી વાવણી થઈ હોવાનું જણાવ્યું. સાથે જ ઓગસ્ટ મહિનામાં સતત વરસાદને પગલે ઊભા પાકને નુકસાન થયું હોવાની માહિતી આપી, રાજ્ય સરકારે નુકસાની અંગે સર્વે કરાવ્યો હોવાનું જણાવ્યું.

ગુજરાતના ખેડૂતોના બે સાલ ફેલ ગયા છે. ગઈ સાલ પાછોતરા વરસાદે અને કમોસમી માવઠાઓના મારને કારણે અન્નદાતાને આવક નહોતી થઈ તેમાં કોરોનાની મહામારીએ વધુ વિકટ પરિસ્થિતિ બનાવી અને હવે વરસાદે ફરીથી તારાજી સર્જી છે ત્યારે ગુજરાત સરકારે નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.

કૃષિ મંત્રીએ કહ્યું 20 જિલ્લાના 120 તાલુકામાં 33 ટકા નુકસાન થયું છે, જેને આર્થક સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તેઓએ કહ્યું કે ભૂતકાળમાં સહાય આપવામાં આવી છે અને ભાજપ સરકાર સતત ખેડૂતોની પડખે જ ઊભી રહેવાનું કામ કર્યુ છે. આ વખતે પણ નુકસાન થયેલા ખેડૂતોને મદદરૂપ થવા પેકેજ જાહેર કર્યુ હોવાનું તેઓએ જણાવ્યું. આરસી ફળદુએ કહ્યું કે, એસડીઆરએફના નિયમ મુજબ રાજ્ય સરકારના બજેટમાંથી કુલ પ્રતિ હેકટર 10 હજાર સહાય ચૂકવવામાં આવશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે. ટેકાના ભાવે શરૂ કરાશે પાકની ખરીદી કરાશે. તેમણે કહ્યું કે, કેટલાક વિસ્તારમાં કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહ્યુ છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.