પાક પીએમ ઇમરાન ખાન થયા નિરાશ, કોઇ દેશએ એક ડોલરની પણ મદદ ન કરી

 

આતંકવાદીઓને શરણ આપવા માટે બદનામ પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે, અને કોરોના વાયરસ રોગચાળાએ દેશની કમ્મર તોડી નાખી છે.આ મુશ્કેલ સમયમાં કોઇ વૈશ્વિક સંગઠને પાકિસ્તાનને એક ડોલરની પણ મદદ કરી નથી.

વિશ્વ બેંક અને IMFએ પણ મદદનો હાથ પાછો ખેંચી લીધો છે. અને આગામી સમયમાં આ વિકટ પરિસ્થિતીમાંથી બહાર આવી શકાય તેવા કોઇ સંજોગો જોવા મળતા નથી, વડાપ્રધાન ઇમરાન ખાન વારંવાર અપિલ કરી રહ્યા છે, પરંતું કોઇ પણ દેશ મદદ માટે આગળ આવતો નથી.

તેમણે થોડા દિવસ પહેલા જ વૈશ્વિક સમુદાયને અપિલ કરી હતી કે નબળા દેશોનું દેવું માફ થવું જોઇએ, તો બીજી તરફ સોશિયલ મિડિયા પર પ્રભાવશાળી લોકો અને પત્રકારો સાથે વાતચીત કરતા ઇમરાન ખાને કહ્યું કે આ રોગચાળાથી અર્થતંત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે, અને આવી ગંભીર મુશ્કેલીઓ હોવા છતા પણ કોઇ દેશ અને વૈશ્વિક સંગઠને એક ડોલરની પણ મદદ કરી નથી, જો કે તેમણે કહ્યું કે IMFએ લોન રિપેંમેન્ટમાં રાહત આપી છે.

માર્ચની શરૂઆતમાં પાકિસ્તાન માટે એક સારા સમાચાર હતા જ્યારે વર્લ્ડ બેંક અને એશિયા ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ પણ કોરોના વાયરસ અને તેની સામાજિક-આર્થિક અસર સામે લડવા માટે 58.8 કરોડ ડોલર ચૂકવવા સંમત થયા હતા. કોરોનાની કેસોમાં વધારો થતાં જ ઇમરાન સરકારે બંને બેંકો સાથે વાતચીત શરૂ કરી હતી.

સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ બેંક 23.8 કરોડ ડોલર અને એડીબી 35 કરોડ ડોલરની લોન આપશે. પાકિસ્તાન માટે આ મોટી રાહતની બાબત હતી કારણ કે તેને આશા હતી કે વર્લ્ડ બેંક તેને ફક્ત 14 કરોડ ડોલર આપશે, પરંતુ તેણે 23 કરોડ ડોલરથી વધુની સહાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તે જ સમયે, અમેરિકાએ કહ્યું હતું કે તે એક કરોડ ડોલરની મદદ કરશે. ઇમરાનના કહેવા મુજબ પાકિસ્તાનને હજી સુધી આ રકમ મળી નથી. તે જ પ્રકારે તેના મિત્ર દેશ ચીને પણ માત્ર માસ્ક અને કિટ આપીને જ સંતોષ માન્યો. અને તે પણ માસ્ક અને અન્ય સામગ્રી પણ ખામીવાળા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.