પાક. સહિતના તમામ સાર્ક દેશો ભેગા થઈ કોરોના સામે લડે, PM મોદીની અપીલ

દુનિયાભરના 100થી વધારે દેશોમાં કહેર મચાવનાર કોરોના વાયરસ સામે પીએમ મોદીએ સાર્ક દેશોને ભેગા મળીને લડવાની રણનીતિ બનાવવા માટે અપીલ કરી છે. સાર્ક દેશોમાં ભારત સહિતના આઠ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ શ્રીંલકા અને નેપાળનો સમાવેશ થાય છે.આ દેશો દક્ષિણ એશિયાનુ પ્રતિનિધિત્વ કરે છે.

પીએમ મોદીએ તમામ દેશના વડાઓ વચ્ચે વિડિયો કોન્ફરન્સિંગ થકી વાતચીત થાય અને કોરોના સામે લડવા આઠે દેશો સામૂહિક રણનીતિ તૈયાર કરે તેવો પ્રસ્તાવ મુક્યો છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, વિશ્વની સૌથી મોટી વસતી ધરાવતા દક્ષિણ એશિયાના લોકોએ સ્વસ્થ રહેવાની દિશામાં કોઈ કસર રાખવી જોઈએ નહી.હું તમામ સાર્ક દેશોના વડાઓને કોરોના સામે લડવાની નીતિ બનાવવાનો પ્રસ્તાવ મુકુ છું.આપણે એક થઈને દુનિયા સામે ઉદાહરણ રજૂ કરી શકીએ છે.

તેમણે દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સામે ચિંતા જાહેર કરતા કહ્યુ હતુ કે, આપણી દુનિયા વાયરસ સામે લડી રહી છે.સરકારો અને લોકો પોત પોતાના સ્તરે કામ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, પીએમ મોદીએ સાર્કના તમામ દેશોનો ઉલ્લેખ કર્યો છે.જેમાં પાકિસ્તાન પણ સામેલ છે.હવે પાકિસ્તાન તેની કેવી પ્રતિક્રિયા આપ છે તે જોવાનુ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.