પાકે. ટોણો મારતાં કહ્યું ,તમામના સંવૈધાનિક અધિકારોની રક્ષા કરાશે. આ પાકિસ્તાન છે, ભારત નથી

ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અતહર મિનલ્લાહે સોમવારના રોજ એક કેસની સુનવણી કરતાં કહ્યું કે અહીં તમામના સંવૈધાનિક અધિકારોની રક્ષા કરાશે, કારણ કે આ ભારત નથી, પરંતુ પાકિસ્તાન છે. મુખ્ય ન્યાયાધીશે પશ્તુન તહફૂજ આંદોલન (પીટીએમ) અને અવામી વર્કર્સ પાર્ટી (એડબ્લયુપી)ના 23 કાર્યકર્તાઓની જામીન અરજી પર ચુકાદો સંભાળવાતા કેસ સમાપ્ત કરી દીધો. જેમને પીટીએમ પ્રમુખ મંજૂર પશ્તીનની ધરપકડના વિરોધમાં ઇસ્લામાબાદ પોલીસે ગયા મહિને ધરપકડ કરી હતી.

ડોન ન્યૂઝના રિપોર્ટ અનુસાર જેવી ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અતબર મિનલ્લાહે 23 પ્રદર્શનકારીઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓની સુનવણી ફરી શરૂ કરી ઇસ્લામાબાદના ઉપાયુકત હમજા શફકતે કોર્ટને કહ્યું કે પ્રદર્શનકારીઓની વિરૂદ્ધ તમામ આરોપોને હટાવી દેવામાં આવ્યા છે.

ડેપ્યુટી કમિશ્નરના નિવેદનના આધાર પર કોર્ટે પ્રદર્શનકારીઓની જામીન અરજીઓ પરનો ચુકાદો સંભળાવતા કેસને પૂરો કર્યો. મુખ્ય ન્યાયધીશ મિનલ્લાહે કહ્યું કે ઇસ્લામાબાદ પ્રશાસનના નિવેદન બાદ તમામ અરજીઓ નિષ્પ્રભાવી થઇ ગઇ છે.

જજે શું કહ્યું

કાર્યવાહી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમને આશા નહોતી કે એક લોકતાંત્રિક સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવશે. તેમણે કહ્યું કે એક ચૂંટાયેલ લોકતાંત્રિક સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકે નહીં. આપણને આલોચનાઓનો ડર ના હોવો જોઇએ. ન્યાયમૂર્તિ મિનલ્લાહે કહ્યું કે તમામના સંવૈધાનિક અધિકારોની રક્ષા કરાશે. આ પાકિસ્તાન છે, ભારત નથી. તેમણે કહ્યું કે જો તમે વિરોધ કરવા માંગો છો તો અનુમતિ પ્રાપ્ત કરો. જો તમને મંજૂરી નથી મળી તો પછી અહીં કોર્ટ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.