પાક વીમો નથી લીધો તેવા ખેડૂતોને કેન્દ્રના નિયમો મુજબ મદદ મળશે : વિજય રૂપાણી

રાજ્યમાં (Gujarat) ‘મહા’ વાવાઝોડા (Cyclone Maha)ની અસરના કારણે કમોસમી (Unseasonal) વરસાદ વરસ્યો છે. આ મામલે રાજ્યમાં ખેડૂતો (Farmers)ને પારવાર નુકસાની થઈ છે. રાજ્યમાં માવઠાના કારણે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાની થતાં ખેડૂતો પાયમાલ થયા છે. આ સ્થિતિમાં પાક વીમા માટે નોંધણી પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ નિવેદન આપ્યું છે કે ‘જે ખેડૂતોએ પાક વીમોન નહીં લીધો હોય અને નુકસાની થઈ હશે તેમને કેન્દ્રના નિયમો મુજબ સહાયતા કરવામાં આવશે.’

મોરબી ખાતે એક કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘ સરકાર દિલ્હી સ્થિત વીમા કંપનીઓના સંપર્કમાં છે. પાક વીમા માટે ટોલ ફ્રી નંબર બંધ હોવાની ફરિયાદો હતી. સરકારે સરવેના અને સહાયના આદેશો આપ્યા છે. જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના નૉર્મ્સ મુજબ તેમને સહાયતા ચુકવવામાં આવશે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.