પાકિસ્તાનમાં મોંઘવારીએ આમ આદમીની કમર તોડી, એક ઈંડાનો ભાવ 30 રૂપિયા, 60 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે ઘઉં

કોરોના વાઈરસ સંકટનો સામનો કરી રહેલ છે ત્યારે પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારી આમ આદમીનું જીવન મુશ્કેલ બની ગયું છે. ઈમરાન ખાન સત્તામાં આવવા છતાં તે અર્થતંત્રમાં સુધારો કરવામાં નાકામ રહ્યું છે. અહીંની સ્થિતિ એવી થઈ ચુકી છે કે, આદુ 1 હજાર અને ઘઉં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે એક ઈંડાનો ભાવ 30 રૂપિયા છે. ઠંડીના કારણે અહીં ઈંડાની ખુબ જ માંગ છે ત્યારે તેની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ સ્થિતિમાં લોકોને પોતાની જીવન જરૂરી વસ્તુઓ પૂર્ણ કરવી શક્ય નથી થઈ રહી. પાકિસ્તાનમાં જથ્થાબંધ ભાવે ઈંડા ખરીદવામાં આવે તો એક ડઝન માટે 240 રૂપિયા ચૂકવવા પડે એટલું જ નહી ચિકન 300 રૂપિયા પ્રતિકિલોના ભાવથી વેચાઈ રહ્યું છે.

પાકિસ્તાનમાં હાલમાં 25% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આવી સ્થિતિમાં દરરોજની જરૂરિયાતોના દરેક સામાનની કિંમત પાકિસ્તાનમાં આસમાને છે. પાકિસ્તાનમાં ખાંડ 104 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહી છે. રાંધણ ગેસના સંકટનો પણ પાકિસ્તાન સામનો કરી રહ્યું છે.

ઈમરાન ખાન સરકારની સ્થિતિ એવી થઈ ચુકી છે કે ખાંડ અને લોટના ભાવ કંટ્રોલ કરવા માટે વડાપ્રધાને સતત કેબિનેટ મિટિંગ બોલાવવી પડી રહી છે. પાકિસ્તાન હાલના દિવસોમાં ખાદ્યાન્નના ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.