ભારતે પાકિસ્તાનને આગામી સાત દિવસમાં દિલ્હી સિૃથત પાક. હાઇ કમિશનનો 50 ટકા સ્ટાફ ઓછો કરવા જણાવ્યું છે અને સાથે જ જણાવ્યું છે કે તે પણ પાક. સિૃથત પોતાના હાઇ કમિશનનો 50 ટકા સ્ટાફ ઓછો કરશે.
આતંકી સંગઠનો સાથે સંબધ રાખવામાં અને જાસૂસીમાં પાકિસ્તાની હાઇ કમિશનન અિધકારીઓની સંડોવણી સામે આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતે આ સંદર્ભમાં પાકિસ્તાન હાઇ કમિશનને સમન્સ પાઠવ્યા હતાં અને આ નિર્ણયની જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇસ્લામાબાદમાં બે ભારતીય અિધકારીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની સાથે ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે રાજદ્વારી અને કોન્સ્યુલર અિધકારીઓ સાથે પાકિસ્તાન અને તેના અિધકારીઓનું વર્તન વિયેના સંમેલન અને દ્વિપક્ષીય સમજૂતીઓને અનુરૂપ નથી. તેથી ભારત સરકારે નવી દિલ્હી સિૃથત પાકિસ્તાન હાઇ કમિશનમાં 50 ટકા સ્ટાફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. એવી જ ભારત ઇસ્લામાબાદ સિૃથત પોતાના હાઇ કમિશનમાં પણ 50 ટકા સ્ટાફ ઘટાડશે.
આગામી સાત દિવસમાં બંને હાઇ કમિશનમાંથી 50 ટકા સ્ટાફ ઓછો કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાન સમક્ષ તેના હાઇ કમિશનની જાસૂસી અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણી વ્યક્ત કરી હતી. ભારતે વધુમાં જણાવ્યું હતું કે ભારત સિૃથત પાકિસ્તાન હાઇ કમિશનના બે
અિધકારીઓને 31 મેના રોજ રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતાં.
પાકિસ્તાનમાં અપહરણ કરાયેલા બે ભારતીય અિધકારીઓ 22 જૂન, 2020ના રોજ ભારત ફર્યા હતાં અને તેમણે પોતાની સાથે પાકિસ્તાને કરેલા દુર્વ્યવહારની વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો ત્યારે પાકિસ્તાને ભારતીય હાઇ કમિશનરને કાઢી મૂક્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.