પાકિસ્તાન છે આતંકવાદનું ગઢ, ઈમરાનની કબૂલાત પર UNના રિપોર્ટે મારી મહોરઃ ભારત

પાકિસ્તાની મૂળના 6.5 હજારથી પણ વધારે આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં સક્રિય

અફઘાનિસ્તાનમાં વ્યાપેલા આતંકવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના રિપોર્ટમાં પાકિસ્તાનનું નામ આવતા ભારતે પણ પ્રહાર કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ રિપોર્ટથી પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની કબૂલાત પર મહોર વાગી છે જેમાં તેમણે તેમના દેશમાં 30થી 40 હજાર આતંકવાદીઓ ઉપસ્થિત હોવાનું કહ્યું હતું.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આખી દુનિયા પાકિસ્તાન આતંકવાદનું ગઢ છે તે સચ્ચાઈ જાણી ગઈ છે. પાકિસ્તાનના નેતૃત્વ દ્વારા પણ હજારો આતંકવાદીઓ તેમની જમીનનો ઉપયોગ અન્ય દેશોમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા કરે છે તેવું સ્વીકારવામાં આવ્યું છે.

હકીકતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વર્તમાન રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન મોટી સંખ્યામાં આતંકવાદીઓને અફઘાનિસ્તાન મોકલી રહ્યું છે તેમ જણાવવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.