પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના મતે, લગભગ આખો દેશ, અચાનક થયો બ્લેકઆઉટ

પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના મતે લગભગ આખા દેશમાં અચાનક બ્લેકઆઉટ (Blackout)થયો છે.પાકિસ્તાન (Pakistan) માં મોડી રાત્રે અચાનક વીજળી ગુલ થઇ ગઇ.

ટ્વિટર પર અત્યારે #blackout ટ્રેન્ડ કરવા લાગ્યું છે. એક તકનીકી ખામીના લીધે આખા પાકિસ્તાનમાં શનિવાર મોડી રાત્રે અચાનક વીજળી ગુલ થતાં લગભગ આખા દેશમાં અંધારપટ.

મંત્રાલયે લખ્યું કે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રીકવન્સીમાં અચાનક 50 થી 0નો ઘટાડો આવતા દેશવ્યાપી બ્લેકઆઉટ થઇ ગયું. મંત્રાલયની તરફથી મળતી માહિતી પ્રમાણે આ તકનીકી ખામી રાત્રે 11.41 વાગ્યે થઇ. મંત્રાલયે લોકોને સંયમ રાખવાનું કહ્યું.

બીજીબાજુ પાકિસ્તાની પીએમના સહાયક શાહબાજ ગિલ એ કહ્યું કે ઉર્જા મંત્રી ઉમર અયૂબ અને તેમની આખી ટીમ આ બ્રેકડાઉન પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આની પહેલાં જાન્યુઆરી 2015માં પણ આવું થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.