દેવાળિયું ફૂંકવાની કગાર પર ઉભેલા પાકિસ્તાનને લાગે છે કે ભારતના અર્થતંત્રની સ્થિતિ ખરાબ છે અને આ સંકટમાંથી ઉભા થયેલા દબાણમાં તેઓ (ભારત) કોઇપણ પ્રકારનું ફૉલ્સ ફ્લેગ ઓપરેશન કરી શકે છે.
પાકિસ્તાનના આશરામાં પોષાઇ રહેલા આતંકીઓ પર ભારતે ઘૂસીને કરેલા પ્રહારોથી પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે અને તેને ભારતની તરફથી ‘કંઇક થવાનો’ ખતરો લાગી રહ્યો છે. તેના સ્પષ્ટ સંકેત એ સમયે મળ્યા જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ પ્રકારની આશંકા વ્યકત કરી.
કુરૈશીએ એક નિવેદનમાં કહ્યું કે ભારતના અર્થતંત્રનો ગ્રાફ સતત નીચે જઇ રહ્યો છે. તેમના પર આને લઇ દબાણ છે અને તેમાંથી બહાર નીકળવા અને ધ્યાન હટાવા માટે તેઓ ફૉલ્સ ફ્લેગ ઓપરેશન સહિત કંઇપણ કરી શકે છે. અમેરિકન કોંગ્રેસના માનવાધિકાર સંબંધિત ટામ લિંટાસ કમિશને કાશ્મીરની સ્થિતિ પર સુનવી કરી છે. કુરૈશીએ દાવો કર્યો કે કમિશને કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં અમેરિકન વિદેશ મંત્રાલય પાસે માંગણી કરી કે તેઓ ભારત સાથે સંપર્ક કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.