પાકિસ્તાન બાદ ભારતના નવા નકશાથી આ પાડોશી દેશને પણ પેટમાં દુખ્યું

ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દેશના નવા રાજકીય નકશાને લઇ નેપાળે વિરોધ નોંધાવ્યો છે. નેપાળની તરફથી રજૂ કરાયેલ સત્તાવાર નિવેદનમાં ભારતના નવા નકશામાં કાળાપાણીને ભારતીય ક્ષેત્રમાં સામેલ કરવાને લઇ આપત્તિ વ્યકત કરી છે. આપને જણાવી દઇએ કે નવી દિલ્હી અને કાઠમંડુની વચ્ચે સરહદ વિવાદને લઇ વાર્તા ચાલી રહી છે.

નેપાળના વિદેશ મંત્રાલયે બુધવારના રોજ એક નિવેદનમાં કાળાપાણીને નેપાળનો અભિન્ન હિસ્સો ગણાવતા કહ્યું કે નેપાળ સરકાર સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે કાળાપાણી નેપાળનો હિસ્સો છે.

નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ રીલીઝમાં કહ્યું કે નેપાળ-ભારતના વિદેશ મંત્રીઓના સ્તરની સંયુકત સમિતિએ બંને દેશોના વિદેશ સચિવને વણઉકેલાયેલ સરહદ વિવાદનું સમાધાન નીકાળવાની જવાબદારી સોંપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.