પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ભારતમાં ભુખમરો વધારે, 117 દેશોના રિપોર્ટમાં 102નું સ્થાન

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(વૈશ્વિક ભૂખ સૂચકાંક) એટલે કે GHIનાં સ્કોરનાં મુદ્દે દેશોને 100 સિવિયરિટી સ્કેલ(ગંભીર માપદંડ) પર ચકાસવામાં આવે છે. જેમાં શૂન્ય (કોઈ ભુખમરી નહી) ને સારું માનવામાં આવે છે. જો કોઈ દેશ શૂન્ય પર કે એક પર હોય તો તેની સ્થિતી સારી છે એમ માનવું. જો કે આ રિપોર્ટ મુજબ ભારત ભુખમરાની સ્થિતિ ખૂબ ખરાબ છે..

ભુખમરોઅને કુપોષણનાં મુદ્દે ભારત તેનાં પડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી પણ પાછળ છે. લોકો માટે કામ કરનારી બે આંતરરાષ્ટ્રીય એનજીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી 117 દેશોની યાદીમાં ભારત 102માં સ્થાન પર છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI)સ્કોરમાં દેશોને 100 સીવિયરીટી સ્કેલ પર ચકાસવામાં આવે છે. જેમાં શૂન્ય (કોઈ ભુખમરોનહીં)ને સારું માનવામાં આવે છે અને 100ને ખરાબ માનવામાં આવે છે. રિપોર્ટ મુજબ 30.3 સ્કોરની સાથે ભારત ભુખમરીનાં એવા સ્તર પર છે તેને ગંભીર માનવામાં આવે છે.

ગ્લોબલ હંગર ઈંડેક્સ (GHI) રિપોર્ટ

GHIમાં વર્ષ 2014માં ભારત 55માં સ્થાને હતું. જ્યારે વર્ષ 2019માં તે 102માં સ્થાને પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે યાદીમાં નોંધાયેલાં દેશોની સંખ્યામાં વઘારો ઘટાડો થતો રહેતો હોય છે. વર્ષ 2014માં ભારત 76 દેશોની યાદીમાં 55માં સ્થાને હતું. વર્ષ 2017માં બનેલી 119 દેશોની યાદીમાં ભારત 100માં સ્થાને હતું. જ્યારે વર્ષ 2018માં તે 119 દેશોની યાદીમાં 103માં સ્થાને હતું. જ્યારે આ વર્ષની એટલે કે 2019ની 117 દેશની યાદીમાં તે 102માં સ્થાને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.