જમ્મુ કાશમીર બોર્ડર પર પાકિસ્તાનને ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબ બાદ પાકિસ્તાનની સરકાર હવે લવારા કરવા પર ઉતરી આવી છે.
ચોર પોતે જ કોટવાલને દંડવાનો પ્રયાસ કરે તે રીતે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના કથિત આતંકવાદ પર ડોઝિયર રજૂ કરીને કહ્યુ છે કે, પાકિસ્તાન અને ચાઈનાના ઈકોનોમિક કોરિડોરને બરબાદ કરવા માટે ભારતે 80 અબજ રુપિયા ફાળવ્યા છે અને 700 આતંકવાદીઓની એક ટુકડી બનાવી છે.જે બલુચિસ્તાનમાં કોરિડોરને નિશાન બનાવતા રહેશે.
ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પણ ભારતે ચૂંટણી પહેલા ભાગલાવાદી પરિબળોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે અને ભારતના ઈરાદા સારા નથી તેવુ કહેતા પાક વિદેશ મંત્રી કુરેશીએ કહ્યુ હતુ કે, ભારતની જાસૂસી સંસ્થા રોએ ચાઈના પાકિસ્તાન કોરિડોરને નિશાન બનાવવા માટે એક સ્પેશ્યલ સેલ તૈયાર કર્યો છે.ભારત પોતાની જમીનનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંકવાદને ફેલાવવા માટે કરી રહયુ છે.ભારત અફઘાનિસ્તાનનો ઉપયોગ પણ પાકમાં આતંકવાદીઓ મોકલવા માટે કરી રહ્યુ છે.
વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, ભારત દ્વારા પાકિસ્તાનમાં આગામી સમયમાં હુમલા વધારવામાં આવશે અને ભારત આંતરરાષ્ટ્રિય સંધિઓનુ પણ ઉલ્લંઘન કરી રહ્યુ છે.
બીજી તરફ પાકિસ્તાની સેનાએ દાવો કરતા કહ્યુ હતુ કે, દેશમાં આતંકી ઘટનાઓ પાછળ ભારતનો હાથ છે.ભારત તહેરીકે તાલિબાન જેવા સંગઠનોને મદદ કરી રહ્યુ છે.ભારતીય દૂતાવાસે પાકિસ્તાનના કરાચી, લાહોર જેવા મોટા શહેરોમાં આતંકી હુમલાની યોજનાઓ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.