પાકિસ્તાન અને ચીનની દોસ્તી હાલના દિવસોમાં ચરમ ઉપર છે. પાકિસ્તાન આંખ મીચીને તેના ઉપર ભરોસો કરી રહ્યું છે. તો ચીન પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. આ બધા વચ્ચે પાકિસ્તાને પોતાના મિત્રને જ ઝટકો આપ્યો છે. પાકિસ્તાન સરકારે શુક્રવારે ચાઇનીઝ એપ ટિકટોકને બેન કરી છે. પાકિસ્તાનના દૂરસંચાર વિભાગને ટિકટોક ઉપર અનાતિક, અશ્લીલ અને અભદ્ર સામગ્રીની ઘણી ફરિયાદો મળી હતી. ત્યારબાદ પાકિસ્તાન સરકારે ટિકટોકને થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી. આમ છતા તેમાં સુધારો ના થતા ટિકટોકને બેન કરવામાં આવી છે. તેની પાછળ મુખ્ય કારણ અશ્લિલતા ફેલાવવાનું આપવામાં આપ્યું છે.
પાકિસ્તાનના ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું છે કે તેમણે સુરક્ષા માટે નહીં પરંતુ સંસ્કૃતિ માટે આ નિર્ણય લીધો છે. જો ટિકટોક પોતાના કન્ટેન્ટમાં સુધારો કરશે તો સરકાર નિર્ણય બદલવાનો વિચાર કરી શકશે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનના સૂચના મંત્રી શિબલી ફરોજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ ટિકટોકને બેન કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે તેમની ચિંતા ડેટા સિક્યુરિટીને લઇને નથી, પરંતુ દેશમાં ફેલાઇ રહેલી અશ્લિલતાને લઇને છે.
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાને ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને આદેશ આપ્યો હતો કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને અશ્લિલતાથી મુક્ત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત અને અમેરિકા પણ ચાઇનીઝ એપ ટિકટોકને બેન કરી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.