પાકિસ્તાન અને ચીન સાથેની ભારતની સરહદને વધુ સુરક્ષીત બનાવવા માટે અને આ બંને દુશ્મન દેશો તરફથી વધી રહેલા પડકારોનો સામનો કરવા માટે ભારતે હવે Integrated Battle Group (IBG)નું વ્યાપક પરીક્ષણ પુરૂ કરી લીધું છે, પરંતું કોરોના વાયરસ રોગચાળાનાં કારણે તેને તૈનાત કરવામાં મોડુ થયું છે.
સેનાએ ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર યુધ્ધ ક્ષમતામાં ધરમુળથી પરિવર્તન કરવાનાં હેતુંથી ભમિ દળ, તોપો, હવાઇ સુરક્ષા ઉપકરણો, ટેન્કો, અને અન્ય શસ્ત્ર સરંજામ એકમોને એકત્રિત કરવાની યોજના બનાવી હતી.
સેનાનાં વડા એમ એમ નરવણેએ જણાવ્યું કે રોગચાળો ફેલાવાને કારણે અને મહત્વપુર્ણ સંસાધનોને લગાવવાનાં પ્રયાસોનાં કારણે IBGનું પરિસંચાલન કરવામાં મોડું થયું છે.
તેમણે કહ્યું જો કે હું વિશ્વાસ આપું છું કે અમે યોગ્ય સમય-સીમાની અંદર IBGની તૈનાતી કરી દેશું. કારણ કે મહત્વનું કાર્ય પુરૂ થઇ ચુક્યું છે, તથા રોગચાળોનો પ્રકોપ શરૂ થાય તે પહેલા જ ગહન પરિક્ષણ પણ થઇ ચુક્યું છે.
સેના પ્રમુખે તે પણ જણાવ્યું કે કોવિડ-19નાં કારણે સંરક્ષમ ઉત્પાદનો અને અધિગ્રણ પ્રક્રિયામાં કેટલોક અવરોધ ઉત્પન્ન થઇ શકે છે, પરંતું તે હંગામી હશે.
સેનાએ ઘણા વર્ષોનાં વિચાર-મંથન બાદ ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર IBG તૈનાત કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી યુધ્ધની સ્થિતીમાં તાત્કાલિક હુમલો કરવામાં મદદ મળશે.
દરેક IBGની કમાન એક મેજર જનરલ સંભાળશે, અને તેમાં 5 હજાર જવાનો હશે, ચીનનાં પ્રમુખ શી જિનપિંગની ગત વર્ષે ભારત યાત્રા પહેલા ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશમાં હિમ વિજય યુધ્ધ અભ્યાસ કર્યો હતો, જેમાં મુખ્યત્વે IBGની પર્વતીય વિસ્તારમાં લડાકુ ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.