વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોકોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુથ કરી આ મહામારીને ખતમ કરવા મહેનત કરી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાન આ ખતરનાક વાયરસ સામે લડવામાં મદદ કરવાના બદલે પોતાની નાપાક હરકતોમાંથી ઉંચુ જ નથી આવતું. આજે વડાપ્રધાન મોદી અને સાર્ક દેશોના નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપી સેલ્ફ ગોલ કરી નાખ્યો હતો.
કોવિડ-19નો સામનો કરવાની રણનીતિ પર ચર્ચાને લઈને પીએમ મોદી દ્વારા પ્રસ્તાવિત વીડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાને પણ ભાગ લીધો હતો. પરંતુ આ બેઠકમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષે ભાગ લીધો હતો પરંતુ પાકિસ્તાન તરફથી ચર્ચામાં સ્વાસ્થ્ય મંત્રી ડો. જફર મિર્ઝા સામેલ થયા હતા. ઝફર પોતાની વાતમાં કોરોના સામે લડવામાં પાક સરકારની તૈયારીઓ અને સફળતાઓને કેન્દ્રમાં રાખી અને ઇમરાન સરકારના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમણે તે પણ દાવો કર્યો કે, પાક કોરોનાને રોકવામાં સફળ રહ્યું છે અને ત્યાં સુધી કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇસ્લામાબાદની પ્રશંસા કરી છે.
જફરે કહ્યું, અત્યાર સુધી 155,000 લોકો ચેપી છે અને 5833 લોકોના મોત થયા છે અને 138 દેશોમાં તેનો પ્રસાર થઈ ચુક્યો છે, કોઈપણ દેશ કે ક્ષેત્ર તેના પર ઉદાસીન ન રહી શકે.’ તેમણે આગળ કહ્યું, ‘કોવિડ19ના ખતરા પર પાકિસ્તાનની સંયુક્ત ચિંતાઓ છે જે દક્ષિણ એશિયાને પ્રભાવિત કરી શકે છે. આપણા બધા દેશોમાં મામલાની પુષ્ટિ થઈ છે. આત્મસંતોષ માટે કોઈ સ્થાન નથી. અમે સારૂ થવાની આશા કરી રહ્યાં છે. આપણે સૌથી ખરાબ સમય માટે પણ તૈયાર રહેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.