પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ જ્યારે-જ્યારે આપણા દેશની સાથે છળ કપટ કર્યું છે ત્યારે ત્યારે ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ સેનાની મદદ કરી. ઉરી હુમલાનો બદલો લેવા માટે જ્યારે સેનાએ પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી ત્યારે ઇસરોના ઉપગ્રહોની મદદથી આતંકીઓના ઠેકાણાની ભાળ મેળવી હતી. સાથો સાથ લાઇવ તસવીરો મંગાવી. આવો જાણીએ ભારતના બ્રહ્માસ્ત્ર સેટેલાઇટ અંગે.
હાથની ઘડિયાળનો સમય સુદ્ધા જોઇ લેશે આ સેટેલાઇટ
આ સેટેલાઇટનું નામ Cartosat-3 (કાર્ટોસેટ-3) છે. આ કાર્ટોસેટ સીરીઝનું નવમું સેટેલાઇટ હશે. કાર્ટોસેટ-3નો કેમેરો એટલો તાકતવર છે કે આ અંતરિક્ષમાંથી જમીન પર 1 ફૂટથી પણ ઓછા (9.84 ઇંચ)ની ઊંચાઇ સુધીની તસવીરો લઇ શકશે. એટલે કે તમારા હાથના કાંડા પર બાંધેલી ઘડિયા પર દેખાતા સાચા સમયની પણ સટીક માહિતી આપશે.
સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકમાં કરી હતી મદદ
આપને જણાવી દઇએ કે પાકિસ્તાન પર સર્જીકલ અને એર સ્ટ્રાઇક પર કાર્ટોસેટ ઉપગ્રહોની મદદ લેવાઇ હતી. આ સિવાય વિભિન્ન પ્રકારના મોસમમાં પૃથ્વીની તસવીરો લેવામાં સક્ષમ. કુદરતી આપદાઓમાં મદદ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.