પાકિસ્તાનમાં ફિદાયીન તરીકે ઓળખાતા આતંકવાદીને અપાય છે 5 લાખ રૂપિયાનો પગાર તથા સ્વર્ગ મળવાની લાલચ

ભારતમાં ખાસ કરીને જમ્મુ કશ્મીરમાં અશાંતિ ફેલાવવા પાકિસ્તાન આતંકવાદીઓ મોકલે છે એ હકીકત હવે આખી દુનિયા જાણે છે. પરંતુ બહુ ઓછાને એ વાતની જાણ હશે કે પાકિસ્તાન કયા આતંકવાદીને કેટલું મહેનતાણું આપે છે. એક ટીવીન્યૂઝ ચેનલે આતંકવાદીઓના પગારની યાદી મેળવીને રજૂ કરી હતી.

પાકિસ્તાનમાં સૌથી વધુ મહેનતાણું ફિદાયીન તરીકે ઓળખાતા આતંકવાદીને અપાય છે. દરેક ફિદાયીનને રૂપિયા પાંચ લાખ સુધીનો પગાર ઑફર કરાય છે. એક તરફ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દેવાળિયા જેવી છે અને દુનિયા આખી પાસે  ભીખ માગતું ફરે છે પરંતુ આતંકવાદીઓને આપવા માટે એની પાસે પૂરતા પૈસા છે. ફિદાયીન આતંકવાદી એટલે સૂસાઇડ બોમ્બર જેવા જે પોતે આતંકવાદી હુમલો કરતી વખતે ખપી જાય છે. આવા આતંકવાદીઓને જન્નત (સ્વર્ગ)માં અચૂક સ્થાન અને રૂપરૂપના અંબાર જેવી અપ્સરાઓની કંપનીની લાલચ સુદ્ધાં અપાય છે. પાકિસ્તાનમાં ગરીબી અને બેકારી એટલી બધી છે કે ફિદાયીન હુમલા માટે યુવાનો જોઇએ તેટલા મળી રહે છે. આવા યુવાનો એવું વિચારતા હોય છે કે મારા મરવાથી મારા પરિવારની આર્થિક સ્થિતિ ઊજળી થતી હોય તો સારું.

સામાન્ય આતંકવાદીને મહિને બાર હજાર રૂપિયા મળે છે. એ પરણેલો હોય તેા 18 હજાર મળે છે. આતંકવાદી બનવાની તાલીમ લઇ રહેલા દરેક યુવાનને ત્રણથી પાંચ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે ચૂકવાય છે. ભારતમાં ઘુસણખોરી કરવા મોકલાતા દરેક આતંકવાદીને 20 હજારનો પગાર મળે છે. જો એણે ઘુસણખોરી કરીને ભારતમાં હુમલો કરવાનો હોય તો પાંચ લાખ રૂપિયાના સ્વર્ગીય પગારની ઑફર મળે છે. આવા યુવાન આતંકવાદી હુમલામાં ખપી જાય તો એના પરિવારને 5 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવે છે.

આતંકવાદી ટોળીઓમાં ભરતી માટે મદરેસાની તાલીમ અને ધર્મના નામે જિહાદનો પ્રચાર કરતા મુલ્લા-મૌલવીઓની ભરમાર છે. આવા મુલ્લા-મૌલવીઓને પણ આતંકવાદના પ્રચાર માટે સારી એવી રકમ ચૂકવાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.