પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરની બેહાલી, કોરોના માટે માત્ર બે જ વેન્ટિલેટર છે

જમ્મુ કાશ્મીરના હમદર્દ હોવાનો ખોટો દેખાડો કરી રહેલા પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના હાલ પાકિસ્તાને બેહાલ કરી દીધા છે.

પીઓકેનુ ગિલગિટ બાલ્ટિસ્તાન કોરોનાનુ હોટસ્પોટ બનેલુ છે અને આ વિસ્તારમાં ગણીને માત્ર બે જ વેન્ટિલેટરની વ્યવસ્થા પાકિસ્તાન કરી શક્યુ છે.આ વિસ્તારમાં કોરોનાના 800 કેસ સામે આવી ચુક્યા છે.

ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં અત્યાર સુધી પાકિસ્તાને કોઈ મેડિકલ સુવિધાઓ વિકસાવી જ નથી.એટલે કોરોનાના રોગચાળાએ અહીંયા મોટો પડકાર સર્જયો છે.ડો.ઐયૂબ મિર્ઝા નામના એક માનવાધિકાર કાર્યકરે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, અહીંયા દવાઓની સાથે સાથે વેન્ટિલેટરની પણ અછત છે.અહીંની હોસ્પિટલમાં માત્ર બે વેન્ટિલેટર છે.

અહીંના સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે સરકાર ફંડનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહી છે , નહી કે લોકોની બલાઈ માટે.જોકે સરકારને અહેસાસ નથી કે લોકોના વોટ જ સત્તા સુધી પહોંચાડતા હોય છે.આ વિસ્તાર પર સરકાર ધ્યાન આપે.અહીંના લોકો એમ પણ પહેલેથી ઘણા અધિકારોથી વંચિત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.