પાકિસ્તાન સેનાની બોર્ડર એક્શન ટીમ (BAT)એ સીમા પર ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. BATના લડાકુઓએ એક સામાન્ય ભારતીય નાગરિકને મારીને તેનું માથું વાઢી નાંખ્યું હતું. બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC)ની પાસે BATએ હુમલો કરી બે સામાન્ય નાગરિકોને મારી નાંખ્યા હતા. તેમની ઓળખ મોહમ્મદ અસલમ અને અલ્તાફ હુસેન તરીકે થઈ છે. આ અંગે સરકાર સાથે જોડાયેલા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બંને નિર્દોષ લોકોમાંથી એકનું BATએ માથું વાઢી નાંખ્યું હતું.
આ ઘટના પર બોલતા શુક્રવારે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું હતું કે, પ્રોફેશનલ સેનાઓ ક્યારેય પણ આવી બર્બર ટેકનિકનો સહારો નથી લેતી. તેમણે સાથે જ એવું પણ કહ્યું હતું કે, આવી પરિસ્થિતિનો જવાબ આપવામાં આવશે. ભારતીય સેના LoC પર પણ પ્રોફેશનલરીતે અને નૈતિકતા સાથે કામ કરે છે. આ અંગે સેનાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, મોર્ટાર છોડ્યા હતા, જેમાં અસલમ અને અલતાફ હુસૈનના મોત થયા હતા, જ્યારે 3 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.
બોર્ડર એક્શન ટીમ (BAT) પાકિસ્તાની સેનાના એક એવી ટીમ છે, જે સીમા પર એક્શન માટે બનાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં પાકિસ્તાની સેનાના કમાન્ડોઝની સાથે આતંકી પણ હોય છે, જેને પાકિસ્તાની સેના પોતે ટ્રેનિંગ આપે છે. તેના સભ્યો સામાન્યરીતે રાતના અંધારામાં સીમા પાર કરી ભારતીય ચોકીઓની પાસે જવાનો પર ઘાત લગાવીને હુમલો કરે છે. BATએ જ વર્ષ 2012માં 13 રાજપૂતાના રાયફલ્સ બટાલિયનના લાંસનાયક હેમરાજ સિંહનું માથું વાઢી નાંખ્યું હતું, ત્યારબાદ હંગામો મચી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.