– કરાચી પોલીસે ચાર આતંકવાદીઓને ઠાર કર્યા
– પાકિસ્તાને હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરતા ભારતે આકરા શબ્દોમાં જવાબ આપ્યો
બલૂચિસ્તાનની આઝાદી માટે લડત ચલાવતા અને પાકિસ્તાનમાં પ્રતિબંિધત સંગઠન બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ પાકિસ્તાનમાં કરાચી સિૃથત સ્ટોક એક્સચેન્જમાં હુમલો કર્યો હતો, જેમાં કરાચી પોલીસ વિભાગના પાંચ પોલીસ જવાનો સહિત 11નાં મોત થયા હતા. ચારેય આતંકવાદીઓને પણ પોલીસે ઠાર કર્યા હતા.
સિંધપ્રાંતની રાજધાની એવા કરાચીમાં સ્ટોક એક્સચેન્જમાં ચાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એક કારમાં વિસ્ફોટકો અને બંદૂકનો જથૃથો લઈને આતંકવાદીઓ ઘૂસી ગયા હતા.
એ પછી નીચેથી જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. પાર્કિંગ એરિયામાં જ આતંકવાદીઓ અને કરાચી પોલીસ વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. એ દરમિયાન બે આતંકવાદીઓ પાર્કિંગમાં જ ઠાર થયા હતા. તે પછી બાકી બચેલા બે આતંકવાદીઓએ સ્ટોક એક્સચેન્જના મેઈન ગેટ પાસે ગ્રેનેડ હુમલો કર્યો હતો.
થોડી વાર માટે બંને તરફ અંધાધૂંધ ગોળીબાર ચાલતો રહ્યો. એ દરમિયાન એક પોલીસ અિધકારી, ચાર સુરક્ષા જવાનોનાં પણ મોત થયા હતા. કુલ 11નાં મોત થયા હતા. એ પછી પાકિસ્તાની રેન્જર્સે બંને આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા.
દરમિયાન કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલા હુમલાના તાર ભારત સાથે જોડવા બદલ ભારતે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કરાચી સ્ટોક એક્સચેન્જમાં હુમલો થયા પછી પાકિસ્તાનના વિદેશ પ્રધાન મેહમૂદ કુરેશીએ આક્ષેપ કર્યો હતો કે આ હુમલાના તાર ભારત દ્વારા સક્રિય કરવામાં આવેલા સ્લીપર સેલ તરફ જાય છે.
પાકિસ્તાનના આ આક્ષેપના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતને કરાચી સહિત વિશ્વના કોઇ પણ ખૂણામાં થયેલા આતંકી હુમલાને વખોડવામાં જરા પણ સંકોચ થતો નથી.
શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે કરાચીમાં થયેલા હુમલા અંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની ટિપ્પણીને અમે ફગાવીએ છીએ. પાકિસ્તાન પોતાની ઘરૈલુ સમસ્યા માટે ભારતને જવાબદાર ઠેરવી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.