પાકિસ્તાનમાં લોકડાઉન વચ્ચે પણ મસ્જિદમાં નમાઝ પઢવા મંજૂરી અપાઈ

 

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ આરિફ અલવીએ જાહેરાત કરી છે કે, રમઝાનના પવિત્ર મહિના દરમિયાન દેશમાં મસ્જિદ ખુલ્લી રહેશે. સાથે સાથે સાંજની નમાઝ તેમજ શુક્રવારે બપોરની નમાઝ પઢવા લોકો મસ્જિદમાં ભેગા થઈ શકશે.

પાકિસ્તાને પણ કોરોનાના પગલે 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરેલુ છે.જોકે તેની વચ્ચે પણ મસ્જિદમાં નમાઝ પઢવા માટે લોકો ભેગા થતા હોવાની ઘટનાઓ બની રહી હતી. એ પછી ધાર્મિક સંગઠનોના કેટલાક નેતાઓ સાથે રાષ્ટ્રપતિ અલવીએ એક બેઠક યોજી હતી. જેમાં મસ્જિદમાં એકઠા થવા અંગે ચર્ચા થઈ હતી.

અલવીએ એ પછી જાહેરાત કરી હતી કે, મસ્જિદમાં નમાઝ પઢવા માટે મંજૂરી અપાઈ છે પણ અમુક શરતો સાથે. જેમાં નમાઝ પઢનાર દરેક વ્યકતિ વચ્ચે 6 ફૂટનુ અંત રહેશે. કાર્પેટ હટાવવામાં આવશે અને ફર્શ પર સેનેટાઈશેજન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.