પાકિસ્તાને કરેલા નરસંહાર અને લાખો મહિલાઓ પર થયેલા બળાત્કારને બાંગ્લાદેશ ભુલ્યું નથી

નરસંહાર અને દમનને કારણે વર્ષ 1971માં પોતાનો મોટાભાંગનો હિસ્સો ગુમાવી ચુકેલા પાકિસ્તાને પોતાના મિત્ર દેશ ચીનનાં કહેવાથી બાંગ્લાદેશ સાથે દોસ્તિનાં પ્રયાસો શરૂ કર્યા છે, પાકિસ્તાનનાં અત્યાચારને બાંગ્લાદેશને આજે પણ નથી ભુલ્યું. બાંગ્લાદેશનાં વિદેશપ્રધાને કહ્યું કે પાકિસ્તાનનાં  નરસંહાર અમે મહિલાઓ સાથેનાં બળાત્કારને આજે પણ ભુલ્યું નથી, પાકિસ્તાને હજુ સુધી માફી પણ માંગી નથી.

રાજકીય નિષ્ણાતો બાગ્લાદેશનાં પગલાને ઉત્સુક્તાથી જોઇ રહ્યા છે, જો કે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે અત્યંત ખરાબ ઇતિહાસનાં કારણે ઇસ્લામાબાદ અને ઢાકા વચ્ચે સારા સંબંધો શક્ય નથી, બાગ્લા ન્યુઝ 24નાં એક રિપોર્ટમાં કહ્યું છે કે જો પાકિસ્તાનને સકારાત્મક જવાબ આપે છે તો તેનાથી ભારત-ચીન તંગદીલી પર તેનું વલણ સ્પષ્ટ થઇ જશે.

બાંગ્લાદેશનાં વિદેશ પ્રધાન એ કે અબ્દુલ મેમણે કહ્યું તેમણે (ઇમરાન ખાન) કોવિડ-19 અને પુરની સ્થિતિ અંગે ફોન કર્યો  હતો, તે અન્ય કાંઇ નહીં સામાન્ય શિષ્ટાચાર હતો, જેથી તે અમારી સાથે સંબંધો સુધારી શકે, પરંતું તે સાથે જ મેમણે એ પણ કહ્યું કે મુક્તિ યુધ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા 30 લાખ બાંગ્લાદેશીઓનાં નરસંહાર અને લાખો મહિલાઓ પર થયેલા બળાત્કારને દેશ ભુલ્યો નથી.

વર્ષ 1971નાં નરસંહારની પણ પાકિસ્તાને માફી માંગી નથી, અમે બધાની સાથે સંબંધો સારા રાખવા માંગીઓ છિેએ, પરંતું જો તે માફી નહીં માંગે તો તે  કઇ રીતે શક્ય છે.

ઢાકા સાથે સંબંધો સામાન્ય બનાવવા માટે ઇસ્લામાબાદ પ્રયાસો કરી રહ્યું છે, તે માટે તાજેતરમાં જ બાગ્લાદેશ યુધ્ધ અપરાધને લઇને કેટલાક પ્રસ્તાવો પસાર કર્યા અને માનવતા વિરૂધ્ધ દોષિત ઠરેલા કેટલાક લોકોને સજા પણ આપી છે, પરંતું તેમ છતાં પાકિસ્તાન પર  આરોપો થઇ રહ્યા છે કે બાંગ્લાદેશમાં હિંસા ફેલાવા અને આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

બાંગ્લાદેશનાં જહાજ પ્રધાન ખાલિદ મહેમુદ ચૌધરીએ કહ્યું બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાર્ક દેશોમાં સામેલ છે, દક્ષિણ એશિયાનાં વિવિધ મુદ્દાઓને લઇને બે વડાપ્રધાન ક્યારેય પણ વાતચીત કરી શકે છે,  જો કે અમારી વચ્ચે કેટલાક વણઉકલ્યા મુદ્દાઓ છે, જો તે અમારી સાથે મજબુત સંબંધો સ્થાપવા માંગે છે તો તેમણે તે મુદ્દાઓ ઉકેલવા પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.