પાકિસ્તાનમાં નવરાત્રિ પર્વે જ દુર્ગા માતાના મંદિરમાં તોડફોડ, મૂર્તિ ખંડિત કરી

પાકિસ્તાનમાં હિન્દુઓ પરના અત્યાચારનો સિલસિલો યથાવત છે.નવરાત્રિના પર્વ દરમિયાન જ પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ દ્વારા દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરવાની હિચકારી ઘટના બની છે.

સિંધ પ્રાંતના નાગરપારકર શહેરમાં માતાજીની મૂર્તિને ખંડિત કરવાની સાથે સાથે હુમલાખોરોએ મંદિરને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ છે.આ પહેલા સિંધમાં 10 ઓક્ટોબરે પણ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.

દુર્ગા માતાના મંદિરના પૂજારીએ ક્હયુ હતુ કે, અડધી રાતે અજાણ્યા લોકો મંદિરમાં ઘૂસ્યા હતા અને તેમણે દરવાજા અંદરથી બંધ કરીને મૂર્તિને તોડી નાંખી હતી.જતા-જતા મંદિરને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ.પોલીસે હુમલાખોરો સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

મંદિર નજીક રહેતા હિન્દુ સમુદાયે આ ઘટના પર રોષ વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, આવી ઘટનાઓ ચલાવી લેવાય તેમ નથી.સરકારે દોષિતોને પકડવા જોઈએ.બીજી તરફ પોલીસે કહ્યુ છે કે, એક પણ દોષી બચી નહીં શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.