પાકિસ્તાનમાં વધી રહેલા રેપના બનાવો પર કાબુ મેળવવા ઇમરાન ખાનની સરકાર નવો કાયદો લાવી રહી હતી. એ કાયદા હેઠળ રેપીસ્ટને રાસાયણિક પ્રક્રિયા દ્વારા નપુંસક બનાવી દેવામાં આવશે.
સાથોસાથ આ કાયદામાં એવી જોગવાઇ ઉમેરવામાં આવી રહી હતી કે રેપના કેસનો નિકાલ કોર્ટે ચાર માસમાં કરી નાખવો પડશે. પીડિતાનું નામ જાહેર કરી દેવાની પ્રક્રિયા સજાપાત્ર ગુનો બનશે.
હાલ ઇમરાન ખાનની સરકાર આ નવો કાયદો ઘડી રહી હતી. જો કે રસપ્રદ વાત એ છે કે ખુદ ઇમરાન ખાન સામે પણ જાતીય ગેરલાભ અને શોષણના આરોપો છે. ત્રણ મહિના પહેલાં ઇમરાન ખાન રેપીસ્ટને સજા કરવા માટે આ નવો વિચાર લઇને આવ્યા હતા. હવે તેમની સરકાર એનો અમલ કરવાની દિશામાં કાયદો ઘડી રહી હતી આ કાયદા હેઠળ રેપીસ્ટની તબીબી તપાસ માત્ર છ કલાકમાં પૂરી કરી નાખવામાં આવશે. વારેવારે આવા અપરાધો કરતાં પકડાયેલા ગુનેગારોનું એક રાષ્ટ્રીય રજિસ્ટર તૈયાર કરાશે અને તેમના પર ખાસ નજર રખાશે. રેપીસ્ટનું કેમિક્લ કાસ્ટ્રેશન કરી નખાશે જેથી તેની કામોત્તેજના સદાને માટે નષ્ટ થઇ જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.