પાકિસ્તાનમાં બળાત્કારની પુષ્ટિ કરવા માટે મહિલાએ ટુ ફીંગર ટેસ્ટ (વર્જિનિટી) સામે વિરોધ ઉઠ્યો છે. દરમ્યાન ઇમરાન સરકારે કહ્યું છે કે બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ માટે ટુ ફીંગર ટેસ્ટ નહીં લેવામાં આવે. પાકિસ્તાનના કાયદા મંત્રાલયે ભલામણ કરી છે કે જાતીય સતામણીના કેસોમાં ટુ ફીંગર ટેસ્ટ કોઈપણ મેડિકો-કાનૂની પરીક્ષણ અહેવાલનો ભાગ નહીં હોય. ટુ ફીંગર ટેસ્ટ અંગે લાહોર હાઈકોર્ટને જાણ કરવામાં આવશે.
પાકિસ્તાની મૂળની ફ્રેન્ચ મહિલા સાથે લાહોર હાઇવે પર ગેંગરેપ સામે વિરોધ ચાલુ છે. ઘણી મહિલા સંસ્થાઓ પોતાનો અવાજ ઉઠાવે છે. સતત વિરોધ બાદ હવે ઇમરાન સરકારે બળાત્કારના કેસમાં કડક બની છે.
કાયદા અને ન્યાય મંત્રાલયે લાહોરના એડિશનલ એટર્ની જનરલ ચૌધરી ઇશ્તિયાક અહેમદ ખાનને આ અંગેની જાણકારી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિવેદન બાદ કોર્ટે કાયદા મંત્રાલયનો જવાબ માંગ્યો હતો.
ડબ્લ્યુએચઓએ વર્જિનિટી પરીક્ષણને ‘અવૈજ્ઞાનિક, તબીબી રીતે બિનજરૂરી અને અવિશ્વસનીય’ જાહેર કર્યું છે. ટૂ ફિંગર ટેસ્ટ સામે કોર્ટમાં બે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. એક અરજી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ રાષ્ટ્રીય પક્ષના વિધાનસભાના સભ્ય દ્વારા દાખલ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજી મહિલા અધિકાર કાર્યકરો, શિક્ષણવિદો, પત્રકારો અને હિમાયતીઓના જૂથ વતી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.