એક તરફ ભારત કોરોના સામે લડાઈ લડી રહ્યુ છે અને બીજી તરફ પાકિસ્તાનમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે.તેની વચ્ચે પણ પાકિસ્તાને શરમજનક હરકત કરીને સોમવારે રાતથી મંગળવારે વહેલી સવાર સુધી સરહદ પર ફરી શસ્ત્ર વિરામનુ ઉલ્લંઘન કર્યુ હતું.
પાકિસ્તાને અચાનક જ જમ્મુ કાશ્મીરના હીરાનગર સેક્ટરમાં રાતે નવ વાગ્યાથી ફાયરિંગ શરુ કરવાની સાથે સાથે મોર્ટારના ગોળા વરસાવ્યા હતા. જેના કારણે ભારતની એક પોસ્ટ અને નજીકના રહેણાંક વિસ્તારને અસર થઈ હતી.
પાકિસ્તાનના ફાયરિંગમાં બે ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. જ્યારે સેનાના એક બંકર અને અન્ય એક નાગરિકના ઘરને પણ નુકસાન થયુ હતુ. શુક્રવારે રાતે પણ આ જ વિસ્તારમાં પાકિસ્તાને એક ડઝનથી વધારે મોર્ટારના ગોળા ફેંક્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.