રસીકરણના 24 જ કલાકમાં, ખોલી નાખી પાકિસ્તાને, ચીનની પોલ

રસીકરણના 24 જ કલાકમાં પાકિસ્તાને ચીનની પણ પોલ ખોલી નાખી છે.પાકિસ્તાને પોતાને ત્યાં કોરોના વાયરસ  વિરોધી રસીકરણ અભિયાન હાથ ધર્યું છે.

પાકિસ્તાને કહ્યું છે કે, ચીનની સિનોફાર્મની રસી (Sinopharm Vaccine) 60 વર્ષથી મોટી ઉંમરના લોકો પર સહેજ પણ અસરકારક નથી.

પાકિસ્તાની નિષ્ણાંતોની સમિતિએ ડેટાનું પ્રારંભિક વિશ્લેષણ પર વિચાર કર્યા બાદ સલાહ આપી છે કે, આ રસી માત્ર 18 થી 60 વર્ષના લોકોને જ લગાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે, સમિતિએ આ તબક્કામાં સિનોફાર્મ વેક્સીનને 60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે અધિકૃત નથી કરી

સિનેફાર્મ વેક્સીન 79 થી 86 ટકા સુધી અસરકારક છે. વર્ષના અંત સુધીમાં દેશના 70 ટકા લોકોને આ વેક્સીન આપી દેવામાં આવશે.

ગરીબીથી ઝઝુમી રહેલા પાકિસ્તાને એક વિમાન મોકલવામાં 1 મહિનાનો લાગી ગયો હતો. કોઈ બીજા દેશ પાસેથી કોરોનાની વેક્સીન મફત ના મળતા આખરે ઈમરાન ખાને ગત રવિવારે સ્પેશિયલ પ્લેન મોકલી ચીનથી કોરોનાની વેક્સીન મંગાવવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.