પાકિસ્તાનના વિજ્ઞાન અને ઉદ્યોગ પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે હવે નોકરી માટે સરકાર પર આધાર નહીં રાખતા. અમે 400 જેટલા સરકારી વિભાગો બંધ કરી રહ્યા છીએ.
છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નાદારના આરે આવી ગયા જેવી છે. બળતામાં ઘી હોમવા જેવા ચૌધરીના આ વિધાનથી હોબાળો મચી ગયો હતો. એટલે પાછળથી ચૌધરીએ મિડિયાને હોળીનું નારિયેળ બનાવતાં કહ્યું કે મારા વિધાનને મિડિયાએ તોડી મરોડીને રજૂ કર્યું છે.
ચૌધરીએ કહ્યું હતું કે 1970ના દાયકાની આ માન્યતા હતી કે નોકરીઓ સરકાર આપે છે. આજે દુનિયામાં ક્યાંય એવું બની રહ્યું નથી. ખાનગી ક્ષેત્રો જ નોકરી આપે છે. સરકાર નોકરી આપવાની સ્થિતિમાં નથી. જો આપણે નોકરી માટે સરકાર પર આધાર રાખીશું તો અર્થતંત્ર ઠપ થઇ જશે. હોબાળો વધ્યો ત્યારે ચૌધરીએ મિડિયાને જવાબદાર ગણાવતાં એવો બચાવ કર્યો હતો કે મારા વિધાનને સંદર્ભ વિના રજૂ કરીને ગેરસમજ ફેલાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.