પાકિસ્તાને તો શું હવે ચીને પણ ધ્રુજવું પડશે, ભારત કરવા જઈ રહ્યું છે આ ખતરનાક પરીક્ષણ

સબમરીનની અંદરથી દુશ્મન પર સટીક નિશાન લગાવવા માટે ભારત વધુ એક મિસાઇલનું પરીક્ષણ કરવા જઇ રહ્યું છે. શુક્રવારનાં આંધ્ર પ્રદેશનાં દરિયાકિનારા પર 3500 કિલોમીટર સ્ટ્રાઇક રેન્જવાળી આ કે-4 પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ કરવા દરમિયાન પણ મસાઇલને પાણીની અંદરથી છોડવામાં આવશે. જણાવી દઇએ કે આ મિસાઇલ સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે.

ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી અરિહંત ક્લાસની પરમાણુ સબમરિનો પર આ સિસ્ટમને લગાવવામાં આવશે. ભવિષ્યમાં આ સિસ્ટમ અને અરિહંત સબમરિન ભારતનાં પરમાણુ અભિયાનનો મહત્વનો ભાગ હશે. સરકારી સૂત્રોનાં જણાવ્યા અનુસાર શુક્રવારનાં ડીઆરડીઓ વિશાખાપટ્ટનમ દરિયાકિનારાથી પાણીની નીચે આવેલા પ્લેટફોર્મથી આ મિસાઇલનો ટેસ્ટ ફાયર કરવામાં આવશે. આમાં મિસાઇલની એડવાન્સ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કે-4 એ બે અંડરવોટર મિસાઇલોમાંથી એક છે, જેને ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યુંવ છે. બીજી મિસાઇલ 700 કિલોમીટર રેન્જની છે, જેને બીઓ-5 કહેવામાં આવે છે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે શુક્રવારનાં ડીઆરડીઓ મિસાઇલનું સંપૂર્ણ રેન્જ પર ટેસ્ટ કરવામાં આવશે કે ઓછી રેન્જ પર જ ફાયર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.