ટ્રોલ / પાકિસ્તાની ગાયિકાએ ફિદાયીન જેકેટ પહેરીને મોદીને ધમકી આપી, યુઝર્સે કહ્યું- આ તમારો રાષ્ટ્રીય પોશાક

ઈન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનની ગાયિકા રાબી પીરઝાદા તેની એક પોસ્ટના લીધે ટ્વિટર પર ભયંકર ટ્રોલ થઇ હતી. રાબીએ એક પોસ્ટમાં તેની તસવીર મુકી હતી જેમાં તે સ્યૂસાઇડ બોમ્બરના અવતારમાં જોવા મળે છે. તેણે સ્યૂસાઇડ વેસ્ટ પહેર્યું છે. મોદીને તેણે આ પોસ્ટ કરીને ધમકી આપી હતી.

જોકે રાબીનો આ પ્રયાસ બૂમરેંગ થયો હતો અને યુઝર્સે તેને બરોબર ટ્રોલ કરી હતી. ઘણા ટ્વીટર હેન્ડલ પરથી પૂછવામાં આવ્યું હતું કે શું આ તેમનો રાષ્ટ્રીય પહેરવેશ છે ? અમુક યુઝર્સે ભારત, જાપાન અને અન્ય દેશના પહેરવેશની તસવીરો સાથે તેની તસવીર મર્જ કરીને અલગ અલગ દેશના પહેરવેશ વિશેની વાત કહી હતી.

આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ઘણા બધા સાપ અને મગર સાથે તે દેખાઇ હતી. કાશ્મીર પર ભારતના નિર્ણય બાદ તે મોદી પર રેપ્ટાઇલ અટેકની ધમકી આપી રહી હતી. ઘણા લોકોએ તેને નોનસેન્સ કહીને જલદીથી સાજા થવા માટે કહ્યું હતું. ગત મહિને પંજાબ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એન્ડ પાર્ક્સ વિભાગે રાબી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમાં અજગર અને અન્ય પ્રાણીઓને પાળતૂ પ્રાણીઓ તરીકે રાખવાના મુદ્દે કાર્યવાહી થઇ હતી. લાહોર કોર્ટે આ મુદ્દે તેની વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇશ્યૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.